સરકારી કોલેજ થરાદ ખાતે આઠમા વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી

0
743

દર શનિવારે સામૂહિક યોગ પ્રાણાયામ કરવાનો સંકલ્પ લેવાયો…..

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ-પરંપરાની વિશ્વને આપેલ અણમોલ ભેટ છે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો અને આહવાન થકી ૨૦૧૫ થી સમગ્ર વિશ્વએ આ યોગ પરંપરા સ્વીકારી છે અને યુનોએ ૨૧ જૂનને વિશ્વ યોગદિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. જેના ભાગ રૂપે “માનવતા માટે યોગ” એ થીમ પર સરકારી વિનયન- વાણિજ્ય અને સરકારી વિજ્ઞાન કૉલેજે સંયુક્તરૂપે આઠમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી, જેમાં પ્રિ ડૉ. જે.એમ. મન્સુરી અને પ્રિન્સિપાલ ડૉ. જગદીશ એચ.પ્રજાપતિના માર્ગદર્શનમાં એન એસ એસ વિભાગના ઉપક્રમે સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું, આયુષ મંત્રાલય ભારત સરકારના પ્રોટોકોલ મુજબ શિક્ષણ વિભાગ ગુજરાત પ્રેરિત આ ઉજવણીમાં પ્રિ ડૉ. જગદીશ એચ.પ્રજાપતિએ યોગ નિર્દેશક તરીકે જવાબદારી નિભાવી યોગ પ્રાણાયામ કરાવ્યા હતા.

સૌ પ્રથમ સંઘશ્ચધ્વં સંવદધ્વં શ્લોકથી શરૂઆત કરી સૂક્ષ્મક્રિયાઓ- શિથીલીકરણ, ઉભા રહીને આસનો, બેસીને આસનો, પેટ અને પીઠના આધારે આસનોનો અભ્યાસ કરાવ્યો હતો. સાથોસાથ આ આસનોથી થતા લાભની વિસ્તૃત જાણકારી આપી રોજ યોગ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ ભસ્ત્રીકા, કપાલભાતિ, નાડીશોધન (અનુલોમ વિલોમ), શીતલી, ભ્રામરી, ૐ કારનો નાદ, ધ્યાન વગેરે પ્રાણાયામ કરાવી તેનુ મહત્વ બતાવ્યુ હતું. પ્રોગ્રામ ઓફિસર પ્રો.ભાવિક ચાવડા યોગએ સંકલ્પ લેવડાવી રોજ યોગ કરવા આહવાન કર્યુ હતું. અંતે કલ્યાણમંત્ર અને રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કર્યુ હતુ. પ્રિન્સિપાલ એમ.જે. મન્સુરીએ યોગનું મહત્વ સમજાવી કૉલેજમાં દર શનિવારે સામૂહિક અડધો કલાક વિધ્યાર્થીઓ અને સ્ટાફ સાથે યોગ કરવા આહવાન કર્યુ હતું જે સ્વીકારી કૉલેજમાં સાપ્તાહિક સામૂહિક યોગ માટે સૌએ સંકલ્પ લીધો હતો, સમગ્ર યોગ કાર્યક્રમનું સફલ આયોજન પ્રો રુદ્રભાઈ દવે અને પ્રો ભાવિક ચાવડાએ સુંદર રીતે પાર પાડયુ હતું તથા ખોડાભાઈ ગોહિલ સહિત વહીવટી સ્ટાફમિત્રોએ પ્રશંસનીય કામગીરી નિભાવી હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here