સરકારી કોલેજ થરાદ ખાતે થેલેસેમીયા ચેકઅપનું કરાયું આયોજન

0
686

સરકારી કોલેજ થરાદ ખાતે થેલેસેમીયા ચેકઅપનું કરાયું આયોજન

થેલેસેમીયા ચેકઅપ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ૭ એપ્રિલ ૨૦૨૨ના દિવસે થેલેસેમીયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બે ટીમ આવી અત્રેની કોલેજના સેમેસ્ટર ૨ અને સેમેસ્ટર ૪ ના તમામ વિદ્યાર્થીઓ મળીને ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓના થેલેસેમિયાનું ટેસ્ટ કર્યું હતું. આ સમગ્ર આયોજનમાં કોલેજના વહીવટી વિભાગના કે.પી. ગોહિલની આગેવાની હેઠળ બંને કોલેજની ટીમના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા.ભાવિક ચાવડા, પ્રા.મુકેશ રબારી, પ્રા.રુદ્ર દવે તથા સમગ્ર NSS ની ટીમ ખડેપગે રહી સફળ વ્યવસ્થા કરાઈ હતી, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના તમામ અધ્યાપક મિત્રો તથા સેવકગણોની ભારે જહેમતથી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો અને અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બંને કોલેજના આચાર્યશ્રી ડૉ.જગદીશ પ્રજાપતિ અને ડૉ.એમ.જે. મનસુરી દ્વારા આપાયેલ મંજૂરીથી સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here