સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે સપ્તધારા અંતર્ગત રંગ કળા અને કૌશલ્ય ધારા દ્વારા પોસ્ટર મેકિંગ અને ચિત્ર સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધાની થીમ આઝાદી કા અમૃત મહોત્સવની હતી. વિદ્યાર્થીઓએ થીમના સંદર્ભમાં સરસ મજાના ચિત્રો તેમજ પોસ્ટર બનાવીને પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું, સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો અને મૂલ્યાંકનકાર તરીકે કોલેજના ડો. રતિલાલ રોહિત, પ્રા.અશોક વાઘેલા તેમજ પ્રા. મુકેશ રબારીએ ફરજ નિભાવી હતી, અંતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ. જે. મન્સૂરીએ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના સ્ટાફનો સહકાર મળ્યો હતો તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન રંગ કળા અને કૌશલ્ય ધારાના કોડિનેટર ડો.રાહુલ પંચાલે કર્યું હતું.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ