સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદ ખાતે સમર ઇન્ડક્શન કેમ્પ યોજાયો

0
1514

શિક્ષણ વિભાગ તમામ કોલેજોમાં આવા કેમ્પનું કરશે આયોજન….

થરાદ પંથકની સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદ ખાતે ઈનોવેશન ક્લબના ઉપક્રમે ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્રસચિવ માન.શ્રી હૈદર, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી ગાંધીનગરના કમિશ્નરશ્રી એમ. નાગરાજન, જોઇન્ટ કમિશ્નરશ્રી નારાયણ માધુની પ્રેરણા થકી એક દિવસીય ઇનોવેશન ઇન્ડક્શન કેમ્પ રાજ્ય નોડલ અધિકારીશ્રી પ્રિ.ડૉ.ભાવસાર અને જિલ્લા નોડલ અધિકારી પ્રિ. ડૉ. જગદીશ એચ પ્રજાપતિના માર્ગદર્શનમાં તા. ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાની ૬ સરકારી કોલેજો, ૫ અનુદાનિત કોલેજો અને ૧ ગ્રામ વિધ્યાપીઠ એમ ૧૨ કોલેજોના ૫૨ વિદ્યાર્થીઓ અને ૧૧ સંયોજકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ. જગદીશ પ્રજાપતિએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરી જણાવ્યું હતુ કે કોલેજોના વિધ્યાર્થીઓ માત્ર જોબ ઓરિએન્ટેડ ન બની રહે પરંતુ નોકરીદાતા બને, સ્વાવલંબી બને, કૌશલ્યનો વિકાસ થાય, સ્ટાર્ટ અપ કરે, નવીન સંશોધન કરે તે હેતુથી ગુજરાત સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ (SSIP) પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે, આત્મનિર્ભર ભારતની દિશામાં આ પ્રોજેક્ટ અસરદાર બની રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. જેના ભાગરૂપે ઇનોવેશન ક્લબ દ્વારા આયોજિત આ કેમ્પમાં કુ.કનવી પટેલ અને લવ રાવલ ટ્રેનર તરીકે જોડાયા હતા, તેઓએ સવારે ૮:૩૦ કલાકથી સાંજના ૪:૦૦ કલાક સુધી કુલ ૧૦ અલગ અલગ કિટ બેઝિક ઇલેક્ટ્રોનિક કિટ, મિકેનિકલ કિટ, ઊર્જા સંરક્ષણ કિટ, ટેલિસ્કોપ એડવાન્સ સાયંસ, ડ્રોન કિટ વગેરે અંતર્ગત ટ્રેનિંગ આપી પ્રયોગ નિદર્શન કરાવી, આ તમામ કિટના ઘટકોને જોડવા, તેનો ઉપયોગ કેવી રીતે કરવો વિગેરે બાબતો સમજાવી હતી, આ પ્રસંગે અમીરગઢ કોલેજના પ્રિ.નયનભાઈ સોનારા, સાયન્સ કોલેજ પાલનપુરના પ્રો.રાજેન્દ્ર પાઠક ખાસ ઉપસ્થિત રહી વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના કો.ઓર્ડિનેટર પ્રો. અશોકભાઈ દરજીએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ હતું તથા પ્રો.અશોક ચૌધરી, શ્રી ખોડાભાઈ ગોહિલ, ખુમાભાઈ, ભરતભાઈ ચૌધરી સહિત સેવક ભાઈઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here