સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

0
1192

આઝાદીના અમૃત મહોત્સવના હર ઘર તિરંગા ઉત્સવ અંતર્ગત તારીખ ૦૩/૦૮/૨૦૨૨ ને બુધવારના રોજ સરકારી વિનયન વાણિજ્ય કોલેજ થરાદ ખાતે સરકારના પરિપત્ર મુજબ હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે અત્રેની કોલેજમાં રંગોલી સ્પર્ધા યોજાઈ હતી, રંગ કલા કૌશલ્ય ધારાના કોઓર્ડીનેટર ડૉ. આનંદકુમારના વડપણ હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ વ્યક્તિગત અને ટીમમાં રંગોલીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જોકે ૨ વિદ્યાર્થીઓએ વ્યક્તિગત સ્પર્ધામાં અને ટીમ સ્પર્ધામાં ૧૭ ટીમોએ ભાગ લીધો હતો અને બન્ને સ્પર્ધામાં કુલ ૬૫ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સરકારી વિજ્ઞાન કોલજના ડૉ. હર્ષદ લકુમ, વિનયન અને વાણિજ્ય કોલેજના પ્રાધ્યાપક ભાવિક ચાવડા અને પ્રાધ્યાપક ચિરાગ શર્મા દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક નિર્ણાયકની ભૂમિકા ભજવવામાં આવી હતી તેમજ સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here