સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ભારે ઘસારો

0
449

સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ભારે ઘસારો

૩૯૦ જગ્યા સામે પ્રવેશ માટે ૭૩૮ ફોર્મ જમા થતા બાકીના વિદ્યાર્થીઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી….

સરકારી વિનિયન અને વાણિજય કોલેજ થરાદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ૮મી જૂનથી ૨૦મી જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાતા કુલ ૩૯૦ જગ્યાઓ સામે ૧૦૨૨ ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. જોકે ઓનલાઈન ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓએ ૨૧મી જૂન સુધીમાં હાર્ડકોપી સાથે સમય ૦૯/૦૦ થી ૦૪/૦૦ વાગ્યા સુધી સ્વીકારાતા કુલ ૭૩૮ ફોર્મ જમા થયા હતા, ફોર્મને ધ્યાને લેતા સરકારના ધારાધોરણ મુજબ ૩૯૨ સમાવિષ્ટ વિદ્યાર્થીઓની પ્રથમ મેરીટ યાદી જાહેર કરાઈ હોઈ પ્રથમ યાદીના વિદ્યાર્થીઓની ૨૫મી જૂનના રોજ નિયત ફી જમા થયા બાદ પુનઃ બીજી અને ત્રીજી મેરીટ યાદી જાહેર કરાશે તેમ કોલેજના સતાધિશોએ જણાવ્યું હતું, સરકારી કોલેજમાં પ્રવેશ માટે ૩૯૦ જગ્યા સામે ભરાયેલ ૧૦૨૨ ઓનલાઈન ફોર્મમાંથી ૭૩૮ ફોર્મ જમા થતાં પ્રવેશની જગ્યા કરતા બે ગણી સંખ્યા વધતા સરકારી કોલેજની આર્ટસ ફેકલ્ટીમાં મુખ્ય/ગૌણ તરીકે સંસ્કૃત, ગુજરાતી, ઈતિહાસ વિષય હોવા છતાં બે ગણા ફોર્મ ભરાયા હોઈ યુનિર્વિસટી દ્વારા મુખ્ય અને ગૌણ તરીકે અન્ય બે વિષય દાખલ કરે તો કુલ જગ્યાની સામે ભરાતા બે ગણા ફોર્મની સંખ્યા સમાન્તર રહી શકે તેમ છે તેવી એબીવીપીના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here