સાંકળચંદ પટેલ યનિવર્સિટીના MBA પ્રોગ્રામના ચાર દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનો શુભારંભ.

0
1098

સાંકળચંદ પટેલ યનિવર્સિટીના MBA પ્રોગ્રામના ચાર દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનો શુભારંભ

“જીવન જીવવા યોગ્ય છે, જીવન સુંદર છે.”
-નીરવ શાહ

વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના 4 દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યું. દર વર્ષે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામ દ્વારા નવી બેચને MBAમાં આવકારવામાં આવે છે અને ‘મેનેજમેન્ટ શિક્ષણની’ પૂર્વ તૈયારીના ભાગરૂપે દર વર્ષે આ પ્રોગ્રામ યોજવામાં આવે છે.

આ વર્ષે ચાર દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી શ્રી નીરવ શાહ, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, રિયલ એસ્ટેટ ડેવેલોપર, આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઈનર હાજર રહ્યા હતા. શ્રી નીરવ શાહે પોતાની ‘લાઈફ જર્ની’ નવા વિદ્યાર્થીઓને જણાવી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે એક સમયની નાદાર જાહેર થયેલી કંપનીના હજારો કરોડના નુક્શાનમાંથી બહાર આવીને આજે તેઓ ફરીથી તેમને કરોડોના ટર્ન ઓવરનો બિઝનેસને ઉભો કર્યો છે. ગર્ભશ્રીમંત હોવા છતાં જન્મથી લઈને અત્યારે સુધીમાં એમને આટલા બધાં ઉતાર-ચઢાવ જોયા બાદ આજે તેઓ અનુભવથી કહી શકે છે કે “જીવન જીવવા યોગ્ય છે, જીવન સુંદર છે.” વધુમાં તેઓએ જણાવ્યું કે માતાપિતા માત્ર પોતાની સંતાનનું ભલું ઈચ્છે છે અને જો સંતાન તેમના માતાપિતાને સમજાવી શકે કે તેઓ જે કારકિર્દીમાં આગળ વધવા ઈચ્છે છે તે તેમને ખુશ રાખશે તો માતાપિતા હંમેશા સાથ આપે છે.

આ ચાર દિવસીય પ્રોગ્રામમાં બાકીના ત્રણ દિવસ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર્સ વિવિધ એકસપિરિયન્સલ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના શિક્ષણ વિશે ખ્યાલ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા 22 વર્ષથી MBA પ્રોગ્રામ કાર્યરત છે. કારકિર્દી માટે શ્રેષ્ઠ એવી આ ડિગ્રીમાં ફાઇનાન્સ, માર્કેટીંગ અને હ્યુમન રિસોર્સ જેવા સ્પેશ્યલાઇઝેશન આપવામાં આવે છે. આ સંસ્થામાં સ્નાતક બાદ MBA અને બારમાં ધોરણ બાદ I-MBA પ્રોગ્રામ ચલાવવામાં આવે છે અને મહત્તમ પ્લેસમેન્ટ માટે રેકોર્ડ છેલ્લા બે વર્ષથી આ પ્રોગ્રામ દ્વારા સ્થાપવામાં આવ્યો છે.

આ પ્રોગ્રામ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહે વિદ્યાર્થીઓને આવકારીને ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ માટે પ્રેરણા પુરી પાડી હતી. સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના પ્રિન્સિપાલ શ્રી ડૉ. સંતોષ શાહે વિદ્યાર્થીઓને શાબ્દિક આવકાર આપીને મેનેજમેન્ટ કારકિર્દી પસંદ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ડીન ઓફ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ડૉ. જે. કે. શર્માએ MBA અને I-MBAની ઉપલબ્ધીઓ જણાવીને આ વર્ષની રૂપરેખા વિશે જાણકારી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here