વિસનગરઃ નર્સિંગ ક્ષેત્રમાં રિસર્ચ પ્રત્યે વધુ જાગૃતિ લાવવા ના ઉદ્દેશથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન કોલેજ ઓફ નર્સિંગ માં તારીખ 17 અને 18 ફેબ્રુઆરી 2022 ના રોજ ‘એડવાન્સ નર્સિંગ રિસર્ચ’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને રજિસ્ટ્રાર ડૉ.પી.કે.પાંડેની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.નૂતન કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ અને એસોસિયેટ ડીન ડૉ. સિવા સુબ્રમણિયન દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.જે.આર.પટેલ દ્વારા ઉદ્ઘાટન સંબોધન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સની થીમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા શ્રીમતી દીપા જેકોબ, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા, ક્લિનિકલ રિસર્ચર,દ્વારા જાહેર કરવામાં આવી હતી.ગુજરાત અને અન્ય રાજ્યોની વિવિધ નર્સિંગ કોલેજોમાંથી આશરે 300 જેટલા સહભાગીઓએ આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા, ઇથોપિયા, સાઉદી અરેબિયા અને ભારતના વિવિધ રાજ્યોના જાણીતા વક્તાઓ દ્વારા પ્લેનરી સત્રો લેવામાં આવ્યા હતા.ગુજરાતના 25 યુવાન રિસર્ચર્સ એ સાયન્ટિફિક સત્રમાં તેમના રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યા હતા.આ ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ કોન્ફરન્સ-2022 ના આયોજક શ્રી શૈજો કે જે દ્વારા અહેવાલ અને આભાર મત દ્વારા કોન્ફરન્સનું સમાપન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ તથા રજીસ્ટરાર ડૉ. પીકે પાંડેએ નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. સિવા સુબ્રમણિયન અને કાર્યક્રમના આયોજક શ્રી શૈજો કે જે ને શુભેચ્છા પાઠવી હતી.