સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે ૦૮ માર્ચ 2022 ના રોજ એન.એસ.એસ. યુનિટના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર, લેખક, ડિરેક્ટર મોરલીબેન પટેલ અને વિશેષ અતિથિ તરીકે આંતરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ અને મિસ. યોગીની એવોર્ડથી પાંચ વખત સમ્માનિત થયેલ કુમારી પૂજા ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને તેઓએ મેળવેલ સિદ્ધિઓ અને સમગ્ર દેશનું ગૌરવ વધારવા માટે મેડલ અને રૂપિયા ૧,૦૦,૦૦૦નુ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે યુનિવર્સિટીના મહિલા કર્મચારીઓ તથા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિવિધ ફેકલ્ટીસની ૩૦ જેટલી વિધાર્થિનીઓ જેઓએ જિલ્લા, રાજ્ય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ એચીવમેન્ટ, સાયન્ટિફિક એવોર્ડ્સ, એન. એસ. એસ. પરેડ કેમ્પ, તથા અન્ય વિશેષ સિદ્ધિ મેળવેલ છે તેમને ગોલ્ડ મેડલથી પુરસ્કૃત કરવામાં આવેલ. યુનિવર્સિટીના પ્રેસીડેંટ શ્રી પ્રકાશ પટેલે તેમના જીવનમાં સફળ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તેઓના સહયોગથી યુનિવર્સિટી દિનપ્રતિદિન પ્રગતિના સફર સર કરી રહે છે તે માટે આભાર અને અભિનંદન પાઠવ્યા હતા.