Google search engine
HomeGUJARATસાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ૭૬ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ૭૬ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

યુનિવર્સિટી ની એન્ટ્રીમાં જ 75 ફૂટનો રાષ્ટ્રધ્વજ આકર્ષણ નું કેન્દ્ર રહ્યો.

યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલના વરદ હસ્તે થયું ધ્વજવંદન

સમગ્ર ભારતમાં જ્યારે 76 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વિસનગર સાકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે અનોખી ઉજવણી

દેશની આઝાદીના ૭૫ વર્ષની “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અને “હર ઘર તિરંગા” ઝુંબેશના ભાગરૂપે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આજ રોજ યુનિવર્સિટી ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેંટશ્રી પ્રકાશ પટેલના વરદ હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે દેશની આઝાદી માટે શહીદ થયેલા તમામ શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલી આપવામાં હતી. ત્યારબાદ યુનિવર્સિટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ૭૫ ફૂટના રાષ્ટ્રધ્વજની માર્ચ પાસ્ટ અને પરેડ યોજવામાં આવી હતી જેમાં સમગ્ર યુનિવર્સિટી પરિવારના ૮૦૦ થી પણ વધુ સભ્યોએ રાષ્ટ્ર સમર્પિત ભાવથી ભાગ લીધો હતો.

આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કર્નલ રાજેશ નાવરખેલે, ૩૫ બટાલિયન એન.સી.સી. પાલનપુર અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી, વૈદેહી પરીખ, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજના પરમ સન્માનમાં આજ રોજ યુનિવર્સિટી ખાતે મુખ્ય મહેમાન કર્નલ રાજેશ નાવરખેલેના હસ્તે ૧૩૨ ફૂટની ઊંચાઈ ધરાવતા સ્તંભ ઉપર ૩૦ ફૂટ લંબાઈ અને ૨૦ ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદી કા અમૃત મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

આજના મંગલમય દિવસે યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ અને નેશનલ એડમિશન સેલ, નૂતન જનરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ, નૂતન સ્કૂલ કેમ્પસમાં નેશનલ લેવલ ઇન્ડોર બેડમિન્ટન કોર્ટનું ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રી વૈદેહી પરીખ, આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું .

“હર ઘર તિરંગા- ઘર ઘર તિરંગા” રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશને સમર્થન આપવા ઉત્સવની શરૂઆત યુનિવર્સિટી ખાતે તારીખ ૯ ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી. જેમાં ફેશન ડિઝાઇનિંગ અને એન.એસ.એસ.ના વિધાર્થીઓના સંયુક્ત સહયોગથી આર્ટ-ક્રાફ્ટ બાયોડીગ્રેડેબલ મટીરીઅલમાંથી બનાવેલ ૧૦૦૮ રાષ્ટ્રધ્વજના વિતરણ કરવામાં આવ્યું હતું. જેની અંદર તુલસી અને ફૂલોના છોડના બીજનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

 

જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજનું ગૌરવ જળવાય અને પ્રકૃતિને લાભ થાય તે હેતુથી તેનો માટીના વાસણમાં અથવા જમીનમાં ધ્વજનો આદરપૂર્વક નિકાલ કરવામાં આવશે. જે થકી તેમાં રહેલ ફૂલ છોડના બીજ ૨-૬ અઠવાડિયામાં અંકુરિત થઈને ફૂલના રોપા બની તૈયાર થઇ રહેશે.

સ્વતંત્ર ભારત દેશના ૭૬માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના સફળ કાર્યક્રમ બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ, ડૉ. ડી જે.શાહ સાહેબ, આમંત્રિત મહેમાનોશ્રીઓ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે યુનિવર્સિટી પરિવારને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ…ભરતસિંહ વિસનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments