સાંકળચંદ પટેલ યુનિવર્સીટી માં 1008 તિરંગા વિતરણ કાર્યકમ યોજાયો, આર્ટ પેપરનો ઉપયોગ કરી તુલસી અને ફૂલોના છોડના બીજ નો ઉપયોગ કરી અનોખી થીમ રજૂ કરાઈ

0
1044

વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માં ભારત દેશના સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ને સમર્થન આપવા અને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન થકી દરેક નાગરિકના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા અને દેશભક્તિ રાષ્ટ્રવાદની ભાવનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવા માટે 1008 તિરંગા વિતરણ કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 દિવસમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા 1008 રાષ્ટ્રધ્વજ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. જે આ રાષ્ટ્રધ્વજ તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘર પર લગાવી એક ફોટો પાડી વેબસાઈટ પર કોલેજની સાઈટ પર મૂકી યાદગાર ક્ષણ બનાવવામાં આવશે.

અનોખી થીમ સાથે રાષ્ટ્રધ્વજ નુ વિતરણ કર્યું

આ કાર્યક્રમ અનોખી થીમ સમાજને એક વિશેષ સંદેશો પૂરો પાડવાની છે. જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા દિન 15 માં રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો છે. જેમાં 1000 રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા હતા. આર્ટ પેપરનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યા હતા. જેની અંદર તુલસી અને ફૂલોના છોડના બીજનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ નુ ગૌરવ જળવાય અને પ્રકૃતિને લાભ થાય તે હેતુથી તેનો માટીના વાસણમાં અથવા જમીનમાં ધ્વજનો આદરપૂર્વક નિકાલ કરવામાં આવશે તો જે થકી તેમાં રહેલ ફૂલ છોડના બીજ 2-6 અઠવાડિયામાં અંકુરિત થઈને ફૂલના રોપા બની તૈયાર થઈ જશે. જે આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

આ અંગે પૂછતા સાંકળચંદ પટેલ યુનિવર્સીટી નાં ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી માટે આ એક ગૌરવની વાત છે. કારણ કે સાંકળચંદ પટેલ યુનિવર્સીટી નાં સંસ્થાપક સાંકળચંદ દાદા પોતે સ્વાતંત્ર સેનાની હતા અને અમારું જે ટ્રસ્ટ જે નૂતન સર્વ કેળવણી મંડળ એના હોદેદારો અને નૂતન સ્કૂલમાં જે તે સમયે ભણતા વિદ્યાર્થીઓ પણ સ્વાતંત્ર્ય સેનાના ભાગીદાર હતા. એમને ચળવળ માં ભાગ લીધો હતો માટે અમારા માટે તો આ ગૌરવની વાત છે. જે માટે આ ઉજવણી કરવા માટે પ્રેરિત થઈએ એ જરૂરી છે.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ જે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ને ઘર ઘર લઈ જવા માટે નુ જે આહવાન કર્યું છે. અમારા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા 1008 રાષ્ટ્રધ્વજ નુ અમે આજે વિતરણ કર્યું છે. આ રાષ્ટ્રધ્વજ બાયો ડિગ્રેબલ મટીરીયલ માંથી બનાવવામાં આવ્યો છે. જેથી આ રાષ્ટ્રધ્વજ ને કોઈ અસર થાય તો માટીની અંદર મિક્ષ કરી દઈશું તો 2 થી 6 અઠવાડિયાની અંદર તે માટીમાં ભળી જશે આ રાષ્ટ્રધ્વજ માં અમે તુલસી અને બીજા ફૂલના બીજ પણ મૂક્યા છે જેથી કરીને માટીના સંપર્ક માં આવતા એક નવો છોડ ઉગવાનો છે જેમાં અને પર્યાવરણનો જતન કરવાનો અભિગમ અમે રાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here