સાંણદ જી.આઇ.ડી.સીમાં થયેલ રૂ.૧૨,૬૫,૦૦૦/- ની ધાડને ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી પાડતી એસ.ઓ.જી.શાખા અમદાવાદ ગ્રામ્ય

0
187

સાંણદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.૧૦/૦૨/૨૦૨૨ ના રોજ ફરીયાદીને આ કામના પાચ આરોપીઓએ અગાઉ નક્કી કરેલા કાવતરાના ભાગ રૂપે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ફરીયાદીને માર્કેટ ભાવથી સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ સાંણદ ખાતે બોલાવી ફરીયાદીને સ્કોપીયો ગાડીમાં બેસાડી વિરમગામ સાંણદ હાઇવે રોડ ઉપર લાવેલ અને અન્ય ત્રણ આરોપીઓ લાલ કલરની બ્રેજા લઇને આવેલ અને તમામે ભેગામળી સ્કોપીયો ગાડી બેઠેલ ફરીયાદને સોનાનો ટુકડો દેખાતી રૂપીયા પડાવવાની કોશીષ કરતા ફરીયાદીને વિશ્વાસન આવતા આ કામના આરોપીઓએ ફરીયાદીને છરી બતાવી ધમકીઓ આપી ફરીયાદી પાસેના થેલોમા રાખેલ રોકડા રૂ.૧૨,૬૫,૦૦૦/- ની ધાડ પાડી કરી ફરીયાદને વિરમગામ સાંણદ હાઇવે ઉપર ધક્કો મારી ઉતારી દઇ ધાડ પાડી આ કામના પાચેય આરોપીઓ સ્કોપીયો ગાડી લઇ નાશી જઇ ગુનાને અંજામ આપેલ. જે બાબતે સાંણદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે ૧૧૧૯૨૦૦૩૨૨૦૦૩૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૯૫, ૩૨૩, ૪૦૬, ૧૨૦બી, ૫૦૪, ૫૦૬(૨) મુજબનો ગુનો તા.૧૦/૦૨/૨૦૨૨ ના ક.૧૮/૩૦ વાગે જાહેર થયેલ છે.

ઉપરોક્ત બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને એસ.ઓ.જી.શાખા ના પો.ઇન્સ. શ્રી ડી.બી.વાળા નાઓને એસ.ઓ.જી શાખા પોલીસ સ્ટાફની ટીમો બનાવેલ. તેમજ ટેકનીકલ ટીમના એ.એસ.આઇ વિજયસિંહ જગતસિંહ વાઘેલા ની મદદથી હે.કો તેજદિપસિંહ વિરમદેવસિંહ રાણા નાઓ ચોક્કસ બતામી હકિકત મળેલ કે આ ધાડમાં સંડોવાયેલ આરોપીઓ સફેદ કલરની સ્કોપીયો ગાડી નંબર GJ-12-FA-3391 માં વિરમગામ થઇ ભુજ ખાતે જનાર છે જે હકિકત આધારે વિરમગામ સર્કલ ખાતે વોચ તપાસ દરમ્યાન ઉપરોક્ત સ્કોપીયો ગાડીને વિરમગામ હાઇવે ઉપરથી પકડી પાડેલ અને સ્કોપીયો ગાડીમાંથી પાચ ઇસમોને પકડેલ અને તેઓને પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુનાને અંજામ આપેલ હોવાની હકિકત જણાય આવેલ હતી જે અનુસંધાને આરોપીઓને પાસેથી રૂ.૨૫,૪૭,૦૫૦/- નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસર કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ છે.

આરોપીની વિગત –

(૧) મોહમદ હનીફ S/o દાઉદ કાસમ સના (મુસલમાન) રહે. ભુજ શહેર, મદીના નગર-૧, મોટાપીર રોડ ચાર રસ્તા,
મુસ્લીમ સ્કુલની બાજુમાં, ભુજ જી.કચ્છ ભુજ
(૨) મહોમદ હુશેન ઉર્ફે મામદભાઇ લંઘા રહે. ભુજ શહેર, આશાપુરા મંદીર પાસે, એરપાર્ટ રોડ, ભુજ જી.કચ્છ
(૩) અકબર મહેમુદભાઇ માજોઠી જાતે મુસલમાન રહે. ગામ જુની દુધઇ, મફતપરા વાસ તા.અંજાર જી.કચ્છ ભુજ
(૪) સીરાજુદીન S/o ઓસમાન આમદ વિરા (મુસલમાન) રહે.ભુજ શહેર, ભીડગેટ, સીતારાચોક ઝુપડપટ્ટી,
ભુજ શહેર જી.કચ્છ ભુજ
(૫) ઇમરાન S/o મુબારક ઇસ્માઇલ જુણેજા (મુસ્લમાન) રહે. સંજોગનગર, મુસ્તુફાનગર શેરી નં ૧, ખાસરા ગ્રાઉન્ડની
બાજુમાં, ભુજ શહેર જી.કચ્છ

આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલની વિગત –

(૧) જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રૂ.૫,૬૫,૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ – ૯ કી.રૂ ૩૨,૦૦૦/-
(૩) પીળા કલરની સોના જેવી ધાતુની લગડી ૧૦૦ ગ્રામ વજનની કી.રૂ. ૪,૫૦,૦૦૦/-
(૪) મહેન્દ્રા સ્કોપીયો નં GJ-12-AF-3391 કી.રૂ. ૧૫,૦૦,૦૦૦/-
(૫) છરી નંગ – ૧ કી.રૂ. ૫૦/-
કુલ મુદ્દામાલ કી.રૂ. ૨૫,૪૭,૦૫૦/-

આરોપીઓ આચરેલ ગુનાની વિગત –

મોહમ્મદ હુસન ઉર્ફ મમલો સ/ઓ ઉષ્માનભાઇ જાફરભાઇ જાતે લંગા (મુસ્લીમ) રહે. ભુજ સરપટ નાકા બહાર આશાપુરા નગર એરપોર્ટ રોડ ,ઇકરાર પ્રાથમિશશાળાની બાજુમાં ,ભુજ શહેર

(૧) આજથી સાડા સાતેક વર્ષ પહેલા નખત્રાણા ખાતે રહેતા નરેન્દ્ર નામણા માણસ કડીયા કામ કરતો હોય જેને નકલી નોટો જે બીલકુલ અસલ નોટ જેવી જ છે તેમ કહી તેની પાસે રૂ.૪૦,૦૦૦/- રોકડા લઇ તેને ભુજ ખાતે રવિ સિનેમાં ખાતે ઉભો રખાવી તેની પાસેથી રૂ.૪૦,૦૦૦/- લઇ તુ થોડી વાર ઉભો રહે હુ નોટો લઇ આવુ તેમ કહી તેની પાસેથી રૂ.૪૦,૦૦૦/- અસલ નોટો લઇ છેતપીડી આચરેલ

(૨) આશરે સાતેક વર્ષ પહેલા મારી સાથે જેલમાં રહેલ દીલાવર વલીમહમંદ કકલ રહે.ભુજ સરપટ નાકા બહાર ,ગાંધીનગરી રેલ્વે ફાટક પાસે ભુજ વાળાને હુ મળેલ અને તેઓને મે આ રૂ.૪૦,૦૦૦/- છેતરી લીધેલ હોવાની વાતચીત કરેલ જેથી મને પોતાની સાથે રહેવા અને કામ કરવા જણાવતા હુ તેની સાથે જોડાઇ ગયેલ અને આશરે પાંચેક મહીના સુધી અમો બંન્ને જણાએ પાંચ થી સાત કામ ભુજ ખાતે કરેલ હતા. જેમાં મને આશરે બે થી અઢી લાખ રૂપીયા મળેલ હતા . અને આ કામમાં પાર્ટી દીલાવર લાવતો હતો અને અમો બંન્ને જણા આવેલ પાર્ટીને સોના અને પૈસાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા.

(૩) ત્યારબાદ આશરે સાડા છ વર્ષ પહેલા મારે આ દીલાવર સાથે પૈસા બાબતે મન દુખ ઝઘડો થતા હુ તેની સાથે રહેતો નહી અને છુટો થઇ ગયેલ અને ત્યારબાદ મે મારી રીતે સ્વતંત્ર રીતે કામ ચાલુ કરેલ જેમાં નખત્રાણા ખાતે રહેતો કાદર અલી મહમંદ સોઢા મારી સાથે જોડાયેલ અને અમો બંન્ને જણાએ માન કુવાના પટેલ જેનુ નામ મને યાદ નથી તે મારો સાથીદાર કાદર અલ મહમંદ સોઢા નાનો નકલી નોટો બહાને લાવેલ અને અમો બંન્ને જણાએ મળી તે પાર્ટી પાસેથી રૂ.૨,૨૫,૦૦૦/- લઇ બીજા દીવસે ડબલ પૈસા આપવાનુ કહી છેતરપિંડી કરેલ હતી ત્યારબાદ

(૪) આજથી આશરે ચારેક વર્ષ પહેલા હુ તથા આરબ ભુરો મહેસાણાવાળો તથા અબ્દુલ જુમ્મા નોતીયાર નાઓ મળી રાધનપુર પાસે આવેલ વારાહી બ્રીજ પાસે મહેસાણાનો આરબ ભુરો તે પાર્ટી લાવેલ જે પાર્ટી મોહનભાઇ પટેલ મહેસાણાની બાજુના ગામના હતા જેઓને સોનાના બિસ્કીટ માર્કટ કરતા સસ્તા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૧૦,૦૦,૦૦૦/- રોકડા લીધેલ હતા અને તે પાર્ટીને પૈસા પાછા ના આપી છેતરપિંડી કરેલ હતી. જે પૈકી રૂ.૫,૦૦,૦૦૦/- આરબ ભુરાને આપેલ હતા. તેમજ અબ્દુલને રૂ.૧,૫૦,૦૦૦/- આપેલ હતા.

(૫) ત્યારબાદ આશરે ત્રણેક વર્ષ પહેલા હુ તથા મારા મામા આમદ સિદીક લંગા તથા અબ્દુલ જુમ્મા નોતીયાર નાઓ મળી ભુજના મિરઝાપુર ખાતેના આશાપુરા લાકડાના કારખાનાના માલીક પટેલ નાઓને મારા મામા સંપર્ક કરી લાવેલ હતા જે પટેલ નાઓને ડબલ પૈસાની નોટો લેવા બોલાવી સમજાવી તેની પાસેની રૂ.૪,૩૫,૦૦૦/- રોકડા લઇ લીધેલ અને પૈસા પરત આપેલ ન હતા જેમાં રૂ.૨,૦૦,૦૦૦/- મારા મામાને આપેલ અને રૂ.૧,૩૫,૦૦૦/- મે રાખેલા અને રૂ.૧,૦૦,૦૦૦/- અબ્દુલને આપેલા હતા.

(૬) આજથી આશરે અઢી ત્રણ વર્ષ પહેલા હુ તથા સિકંદર જુસબ સોઢા રહે.રહીમનગર મોટા પીર ચોકડી ભુજ તથા મામદ સોઢા રહે.રહીમનગર મોટા પીર ચોકડી ભુજ નાઓ મળી ભુજના માનકુવાના નલીનભાઇ ઠક્કર નામના માણસને અમારી સાથેનો મામદ સોઢા લાવેલ હતો જે પાર્ટીને અસલી નોટો ની જગ્યાએ નકલી નોટો આપવાનુ નક્કી કરી તેઓની પાસેથી રૂ.૧,૫૦,૦૦૦/- ની છેતરપિંડી કરી લઇ લીધેલ હતા.જેમા મારા ભાગમાં રૂ.૩૫,૦૦૦/- આવેલ હતા તેમજ સિકંદર જુસબ રૂ.૩૫,૦૦૦/- આપેલ હતા અને બાકીના રૂ.૮૦,૦૦૦/- મામદ સોઢા લઇ ગયેલ હતા.

(૭) આશરે બે વર્ષ પહેલા હુ તથા લતીફ સુમરા રહે.ફુલ પાટીયા પાસે ચાંદ હોટલનો માલીક છે તે અમો બંન્ને જણાએ મળી લતીફખાન નાઓના સંપર્કમાં આવેલ પાર્ટી વારાહી ના યુસુફખાન અને નુરખાન જે બંન્ને જણાઓને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૯,૦૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં મારા ભાગમાં રૂ.૪,૫૦,૦૦૦/- આવેલ હતા અને લતીફના ભાગમાં રૂ.૪,૫૦,૦૦૦/- આવેલ હતા.

(૮) આજથી આશરે દોઢે થી બે વર્ષ પહેલા હુ તથા મહેસાણાનો આરબ ભુરો તથા અબ્દુલ જુમ્મા નોતીયાર ગામ વટાછડ તા.માનકુવા જી.ભુજ તથા લતીફ સુમરા રહે.ફુલપાટીયા ચાંદ હોટલવાળો અમો બધા મળી મહેસાણાના રમણીક પટેલ ને આરબ ભુરા એ સંપર્ક કરી બોલાવી સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૯,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ચાર સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૩,૨૫,૦૦૦/- લાવેલ હતા.

(૯) આજથી દોઢેક વર્ષ પહેલા હુ તથા સિકંદર જુસબ સોઢા રહે.ભુજ રહીમનગર તથા માંમદ સોઢા રહે.રહીમનગર ભુજ તથા આરબભુરા રહે.મહેસાણા જે ગાડીઓની લે વેચ કરે છે તે જે અમો બધા મળી પાલનપુર ખાતેના બે શિક્ષક તથા એક નવીનભાઇ નામના માણસનો સંપર્ક કરી આરબભુરા પાર્ટી લાવેલ હતો જેઓને નકલી નોટો આપી અસલ નોટો રૂ.૧૩,૫૦,૦૦૦/- ભુજમાં રોયલ સીટી ખાતે સિકંદરના ઘરે બોલાવેલ ત્યા કામ કરેલ હતુ જે બાબતે ભુજ બી ડીવીજનમાં અમારા વિરૂધ્ધ ગુનો નોધાયેલ જેમાં અમો ચારેય જણા પકડાઇ ગયેલ હતા અને અડધા પૈસા પાર્ટીને પરત આપેલ હતા અને આ ગુનામાં અમો જામીન ઉપર છુટેલ હતા. અને હાલમાં કોર્ટમાં કેસ ચાલુમાં છ

(૧૦) આજથી આશરે દોઢેક વર્ષ પહેલા હુ તથા કાસમ કુભાંર રહે.માતાનો મઢ કચ્છ ખાતે આવેલ માતાના મઢ ખાતે મારી સાથેનો કાસમ કુંભા પાર્ટી લાવેલ અને અસલ નોટો બદલાવી નકલી નોટો ડબલ આપવાની રૂ.૪,૫૦,૦૦૦/- નુ નખત્રાણા ખાતે કામ કરેલ હતુ જેમાં અમો બંન્ને જણાએ અડધા અડધા ભાગ પાડી પૈસા લીધેલ જેમાં મારા ભાગમાં રૂ.૨,૫૦,૦૦૦/- આવેલ હતા.

(૧૧) આજથી આશરે એક દોઢેક વર્ષ પહેલા હુ તથા અબ્દુલ જુમા નોતીયાર તથા કેસર સમા દલાલ રહે.ભુજ નાઓએ ભેગા મળી નખત્રાણાના વિનુભાઇ પટેલ નાઓને કેસર દલાલ નાઓએ સંપર્ક કરી બોલાવી અસલ નોટો બદલાવી નકલી નોટો ડબલ આપવાની રૂ.૫,૫૦,૦૦૦/- નુ ભુજ ખાતે કામ કરેલ હતુ જેમાં અમો બધાએ સરખા ભાગ પાડી લીધેલ જેમાં મારા ભાગમાં રૂ.૨,૨૫,૦૦૦/- આવેલ હતા.

(૧૨) આજથી આશરે એક વર્ષ પહેલા હુ તથા અબ્બાસ શેખ રહે.જોરાવરનગર પોલીસ સ્ટેશનની સામે સુરેન્દ્રનગર તથા અબ્દુલ જુમ્મા નોતીયાર રહે.ભુજ તથા રાજસ્થાન બાડમેર ખાતેનો અર્જુનસિંહ નાઓ ભેગા મળી આ અર્જુનસિંહ લાવેલ પાર્ટીને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ. ૨૦,૮૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમારી સાથેના અબ્બાસના સબંધી નિકળતા અમોએ તમામ રૂ.૨૦,૮૦,૦૦૦/- પાર્ટીને પાછા આપી દીધેલ હતા.

(૧૩) ત્યારબાદ આજથી આશરે એકાદ વર્ષ પહેલા હુ તથા હુસેન જુમ્મા રહે.રહીમનગર ભુજ તથા ઇજાજ સીદીક હીગોંજા રહે.રહીમનગર ભુજ અમો ત્રણેય મળી હુસેન જુમ્મા નાઓ લાવેલ પાર્ટી ધાગધ્રાના સોની નાઓને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૮,૮૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં મારા ભાગમાં રૂ.૨,૨૫,૦૦૦/ આવેલ હતા જેમાં અડધા હુસેન જુમ્મા લઇ ગયેલ હતા.

(૧૪) આજથી આશરે નવેક મહીના પહેલા હુ તથા અબ્બાસ શેખ રહે.જોરાવરનગર પોલીસ સ્ટેશનની સામે સુરેન્દ્રનગર તથા અબ્દુલ જુમ્મા નોતીયાર રહે.ભુજ નાઓ મળી અબ્બાસના ઘરે ગાંધીનગરના સોની ને બોલાવી સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૯,૦૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ત્રણ સરખા ભાગ પાડેલ જેમા અડધા પૈસા અબ્બાસ લઇ ગયેલ અને અડધા પૈસા મારા તથા અબ્દુલના ભાગમાં આવેલ હતા.

(૧૫) આજથી આઠેક મહીના પહેલા હુ તથા સાહીલ મોગલ રહે.ભુજ સંજોગ નગર તથા નવાબ હારૂન ત્રાહીયા રહે. ભુજ સંજોગનગર તથા નવાબ હારૂનનો ભાઇ બાબા હારૂન રહે.ભુજ સંજોગનગર અમો ચારેય મળી સાહીલ મોગલ લાવેલ યુ.પીની વાણીયા પાર્ટી ભુજ ખાતે બોલાવી જેને અમોએ અસલી નોટો ડબલ કરી આપવાનુ કહી તેઓની પાસેથી રૂ.૭,૫૦,૦૦૦/- રોકડા લઇ છેતરપિંડી કરેલ જેમા મારા ભાગમાં ૨,૨૦,૦૦૦/- આવેલા અને અડધા પૈસા સાહીલ લઇ ગયેલ તેમજ બીજા પૈસાના નવાબ તથા બાબા હારૂન નાઓએ વહેચી લીધેલ હતા.

(૧૬) આજથી આઠેક મહીના પહેલા હુ તથા મોહમ્મદ હનીફ દાઉદ સના રહે.મદીના નગર મોટા પીર રોડ ચાર રસ્તા ભુજ તથા મહેસાણાવાળો આરબ ભુરા અમો ત્રણેય મળી આરબ ભુરા નાઓએ લાવેલ મહેસાણાની પાર્ટીને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૩,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૧,૨૫,૦૦૦/- લાવેલ હતા.

(૧૭) આજથી સાતેક મહીના પહેલા હુ તથા લતીફ સુમરા રહે.ચાંદ હોટલ ખાવડા રોડ ઉપર તથા હાજીખાન વારાહી વાળો અમો ત્રણેય મળી હાજીખાન નાઓએ બોલાવેલ જે ધાગધ્રાના રોનકભાઇ નામનો માણસને સંપર્ક કરી બોલાવી જેઓને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૫,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ અમોએ સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૧,૨૫,૦૦૦/- લાવેલ હતા.

(૧૮) આશરે છ મહીના પહેલા હુ તથા અબ્બાસ રહે.જોરાવરનગર પો.સ્ટે સામે સુરેન્દ્રનગર તથા અકબર મહેમુદ માજોઠી રહે.દુધઇ તા.અંજાર જી.કચ્છ ભુજ તથા અબ્દુલ જુમ્મા નોતીયાર રહે.ભુજ ચારેય મળી અકબરે બોલાવેલ બોમ્બેની પાર્ટી ને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૨૦ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૬,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ચાર સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ ૧,૬૦,૦૦૦/- લાવેલ હતા.

(૧૯) આજથી આશરે પાંચેક મહીના પહેલા હુ તથા અબ્દુલ જુમ્મા નોતીયાર રહે.ભુજ તથા મહમંદ બકાલી રહે.જસ્ટાનગર કેમ્પ એરીયા ભુજ નાઓ એમ અમો ત્રણેય જણા ભેગા મળી મહમંદ બકાલી ફેસબુક મારફતે જેસલમેર રાજસ્થાનની પાર્ટી લાવેલ જેને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૫,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ચાર સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૧,૨૫,૦૦૦/- લાવેલ હતા.

(૨૦) આજથી આશરે પાંચેક મહીના પહેલા હુ તથા અબ્બાસ રહે.જોરાવરનગર પો.સ્ટે સામે સુરેન્દ્રનગર તથા સદીક સુમરા રહે.ભુજ સરપટ નાકા પાસે ગાંધીનગરી ભુજ તથા અબ્દુલ જુમ્મા મોતીયાર રહે.ભુજ નાઓ ચારેય મળી જેમા અમારી સાથેના સીદીક સુમરાની બોમ્બેની પાર્ટી લાવેલ જેમાં તેઓને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૪,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ચાર સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૧,૨૫,૦૦૦/- લાવેલ હતા.

(૨૧) આજથી સાડા ચારેક મહીના પહેલા હુ તથા સાહીલ મુગલ રહે.ભુજ તથા બાબા ત્રાહીયા તથા નવાબ ત્રાહીયા બંન્ને રહે.ભુજ ગાંધીનગરી નાઓ એમ અમો ચારેય મળી સાથેનો સાહી મુગલ ફેસબુક મારફતે લાવેલ જયપુરની પાર્ટી જેને અમોએ અસલી નોટો ડબલ કરી આપવાનુ કહી તેઓની પાસેથી રૂ.૭,૦૦,૦૦૦/- રોકડા લઇ છેતરપિંડી કરેલ જેમા અડધા પૈસા સાહીલ મોગલ લઇ ગયેલ અને અડધા પૈસામાં અમો ત્રણ જણાએ વહેચેલ જેમાં મારા ભાગમાં ૧૦,૦૦૦૦/- આવેલ હતા

(૨૨) આજથી આશરે ચારેક મહીના પહેલા હુ તથા સાહીલ મુગલ તથા સહીનમુગલ તથા બાબા ત્રાહીયા નાઓ ભેગા મળી સાહીલ મોગલ ફેસબુક મારફતે લાવેલ મુબંઇના દીલીપ ગોસ્વામીને લાવેલ જેનુ ભુજ સેવન એસ.કે.એમ હોટલની ફાર્મ હાઉસમાં સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૧૨,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અડધા પૈસા સાહી મોગલ તથા સહીન મુગલ લઇ ગયેલ અને અડધા પૈસા મારા તથા બાબા ત્રાહીયા ના ભાગમાં આવેલ જેમાં મારા ભાગમાં રૂ.૨,૫૦,૦૦૦/- લાવેલ હતા.

(૨૩) આજથી આશરે સાડા ત્રણેક મહીના પહેલા હુ તથા હાજી મચ્છવારા રહે.માંડવી તથા અભુ મચ્છવારા રહે.માંડવી તથા અબ્દુલ જુમ્મા નોતીયાર રહે.ભુજ નાઓ મળી અભુ અને હાજી મચ્છવારા લાવેલ પાર્ટી રાપરના વિનુભાઇ ચૌધરી પટેલ નાઓને સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૮,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ચાર સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૨,૧૦,૦૦૦/- લાવેલ હતા.

(૨૪) આજથી આશરે ત્રણેક મહીના પહેલા હુ તથા અબ્દુલ જુમ્મા નોતીયાર તથા સાહીલ મુગલ નાઓ મળી સાહીલ મુગલ ફેસબુક મારફતે લાવેલ પાર્ટી મુબંઇનો ચૌધરી હતો જેઓને અમોએ અસલી નોટો ડબલ કરી આપવાનુ કહી તેઓની પાસેથી રૂ.૨,૫૦,૦૦૦/- રોકડા લઇ છેતરપિંડી કરેલ જેમા મારા ભાગમા રૂ.૧,૦૦,૦૦૦/- તથા સાહીલના ભાગે રૂ.૧,૦૦,૦૦૦/- તથા અબ્દુલના ભાગે રૂ.૫૦,૦૦૦/- વહેચેલ હતા.

(૨૫) આજથી આશરે બે અઢી મહીના પહેલા હુ તથા સાહીલ મુગલ તથા સિકંદર સોઢા રહે.ભુજ સંજોગ નગર ખાસરા ગ્રાઉન્ડની બાજુમાં ભુજ નાઓ મળી સાહીલ મુગલ ફેસબુક મારફતે લાવેલ બોમ્બેની પાર્ટીને જેને અમોએ અસલી નોટો ડબલ કરી આપવાનુ કહી તેઓની પાસેથી રૂ.૯૨,૦૦૦/- રોકડા લઇ છેતરપિંડી કરેલ જેમા મારા ભાગમાં રૂ.૩૦,૦૦૦/- આવેલ અને સાહીલ ના ભાગમાં ૩૨,૦૦૦/- આવેલ અને સિકંદર સોઢાના ભાગમાં રૂ.૩૦,૦૦૦/- લાવેલ હતા.

(૨૬) આજથી બે મહીના પહેલા હુ તથા અબ્દુલ જુમ્મા નોતીયાર તથા સાહીલ મોગલ નાઓ મળી સાહીલ મુગલ નાઓએ ફેસબુક મારફતે ચેન્નઇની પાર્ટી લાવેલ જેને ભુજમાં ઇસ્માઇલ સાલેના ઘરે સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૮,૫૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ચાર સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૨,૧૦,૦૦૦/- આવેલ હતા.

(૨૭) આજથી પચ્ચીસેક દીવસ પહેલા હુ તથા સાહીલ મોગલ તથા નવાબ ત્રાહીયા તથા બાબા ત્રાહીયા નાઓ મળી નવાબ ત્રાહીયા નાઓ ફેસબુક મારફતે એમ.પીની પાર્ટી લાવેલ જેને માળીયા પાસે બોલાવી સોનાના બીસ્કીટ માર્કટ કરતા ૧૫ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી તેઓની પાસેથી રૂ.૧૫,૦૦,૦૦૦/- રોકડા છેતરપિંડી કરી લઇ લીધેલ હતા જેમાં અમોએ ચાર સરખા ભાગ પાડેલ જેમા મારા ભાગે રૂ.૩,૮૦,૦૦૦/- આવેલ હતા.

અકબર મહેમુદભાઇ માજોઠી જાતે મુસલમાન રહે. ગામ જુની દુધઇ, મફતપરા વાસ તા.અંજાર જી.કચ્છ ભુજ

(૧) આજથી આશરે દોઢેક વર્ષ પહેલા મે ફેસબુક ઉપર મારા રાજપટેલ નામના આઇડી ઉપરથી જોગેશ સુથાર નામના માણસને ફેન્ડ રીક્વેસ્ટ મોકલી તેની સાથે કોન્ટેક કરી તેને પણ સસ્તુ સોનુ માર્કેટ ભાવ કરતા ૧૦ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી સુરેન્દ્રનગર ખાતે બોલાવી મે તથા મહોમદ હુશેન તથા અબ્બાસભાઇ ટકલુ કે જે સુરેનદ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન બાજુમા રહે છે અમો ત્રણેય જણા ભેગા થઇને તેને સોનાની ખોટી લગડી આપી તેની પાસેથી રૂ.૪,૫૦,૦૦૦/- અબ્બાસભાઇના ઘરે લઇ લીધેલા અને બીજા ૪,૫૦,૦૦૦/- રૂપીયા આ જોગેશ સુથાર પાસેથી મુંબઇમાં હવાલો પડાવી એમ કુલ રૂ.૯,૦૦,૦૦૦/- લઇ લીધેલા હતા

મોહમદ હનીફ S/o દાઉદ કાસમ સના જાતે મુસલમાન રહે. ભુજ શહેર, મદીના નગર-૧, મોટાપીર રોડ ચાર રસ્તા, મુસ્લીમ સ્કુલની બાજુમાં, ભુજ જી.કચ્છ ભુજ

(૧) દોઢેક બે વર્ષ પહેલા ખાવડા પોલીસ સ્ટેશન ખાતે મારી ઉપર ૩૦૭ નો ગુનો નોધાયેલ
(૨) આશરે દોઢેક વર્ષ પહેલા મે તથા સીરાજુદીન વિરા તથા ઉસ્માન નોડી, તથા જલાલ હાજી તથા કેસુબાપા અમે લોકોએ ઉસ્માનની પાર્ટી કે જેનુ નામ ગાંડા ભાઇ હતુ તેને ભુજ ખાતે બોલાવી તેની પાસેથી રૂ.૧૭,૦૦,૦૦૦/- (સત્તરલાખ રૂપીયા) પડાવી લીધેલ હતા જેની ફરીયાદ ભુજ શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલી હતી

સીરાજુદીન S/o ઓસમાન આમદ વિરા જાતે મુસલમાન રહે.ભુજ શહેર, ભીડગેટ, સીતારાચોક ઝુપડપટ્ટી, ભુજ જી.કચ્છ ભુજ
(૧) આશરે દોઢેક વર્ષ પહેલા મે તથા સીરાજુદીન વિરા તથા ઉસ્માન નોડી, તથા જલાલ હાજી તથા કેસુબાપા અમે લોકોએ ઉસ્માનની પાર્ટી કે જેનુ નામ ગાંડા ભાઇ હતુ તેને ભુજ ખાતે બોલાવી તેની પાસેથી રૂ.૧૭,૦૦,૦૦૦/- (સત્તરલાખ રૂપીયા) પડાવી લીધેલ હતા જેની ફરીયાદ ભુજ શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલી હતી

     આ કામના આરોપીઓએ ઉપરોક્ત આચરેલ ગુનાઓ બાબતે ભોગબનનારનો સંપર્ક કરી  તપાસ કરતા આ બનાવો બાબતે ફરીયાદો દાખલ કરાવેલ અને આ કામના આરોપીઓએ ફેસબુકના માધ્યમ દ્વારા ફેક ફેસબુક આઇડી બનાવી ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યના સોનાના વેપારીઓને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ગુનાઓ આચરેલાનુ પુછપરછ દરમ્યાન જણાય આવેલ છે. તથા આ પકડાયેલ તમામ આરોપીઓ કચ્છ જીલ્લામાં ચીટીગ ગેગના સક્રીય સભ્યો છે. 

આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી ડી.બી.વાળા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.જયસ્વાલ તથા એ.એસ.આઇ પ્રદિપસિંહ નવલસિંહ બ.નં. ૭૪૭, એ.એસ.આઇ જોરાવરસિંહ મેરૂભા બ.નં.૮૨૬, અ.હે.કો તેજદિપસિંહ વિરમદેવસિંહ બ.નં ૮૧૩, અ.હે.કો શક્તિસિંહ છત્રસિંહ બ.નં.૯૦૫ તથા અ.હે.કો કુલદિપસિંહ સહદેવસિંહ બ.નં. ૯૨૦ તથા વા.એ.એસ.આઇ વિજયસિંહ જગતસિંહ નાઓ જોડાયેલ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here