સાણંદના નાની દેવતી ગામે એક દેશ એક રાષ્ટ્ર કાર્યક્રમ યોજાયેલ,

0
486

ણંદ તાલુકાના નાની દેવતી ગામે દલિત શક્તિ કેન્દ્ર ખાતે ભીમ રુદન : એક દેશ એક રાષ્ટ્ર કાર્યક્રમ યોજાયેલ, જેમાં ગુજરાતના ૧૩ જિલ્લામાંથી ૧૨૦૦ લોકો જોડાયેલ. સાથે રાજસ્થાન, મહારાષ્ટ, છત્તીસગઢથી પણ લોકો જોડાયેલ કાર્યક્રમમાં ૧૩,૦૪,૩૧૭ એક રૂપિયાના સિક્કા એકત્ર થયા. ગુજરાતમાંથી ૭૫૮ ગામના લોકોએ પિત્તળ અને એક રૂપિયા સિક્કા આપી પોતાનું યોગદાન આપ્યું. ૧૦૦૦ કિલોગ્રામના પિત્તળના સિક્કાની એક બાજુ ર્ડો બાબાસાહેબ આંબેડકર બીજી બાજુ તથાગત બુદ્ધના કંડારવામાં આવે, જેમાં ૨૦૪૭માં આભડછેટ-મુક્ત ભારતનું સપનું સાકાર થશે કે કેમ? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સિક્કો આગામી ઑગસ્ટ મહિનામા અમદાવાદથી દિલ્હી યાત્રા કરી ભારતના રાજદૂતને સોંપવામાં આવશે,ય. સંસદ સભ્યો એમાં પોતાનું સમર્થન આપી ભારતના રાષ્ટ્રપતિને મળીને આભાડછેટ મુક્તિ માટે માંગ કરશે. ભારતના કુલ ૧૪ રાજ્યોનાં લોકોએ એક રૂપિયાના સિક્કાનું દાન આપી દિલ્હીમાં નવા સંસદભવન-નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું છે. નવસર્જન ટ્રસ્ટના સંસ્થાપક માર્ટિનભાઈ મેકવાન દ્રારા આ અભિયાનના સંદર્ભ ઉદબોધન કરવામા આવ્યું. દેશના આંદોલનના મુખ્ય સ્થાનોમાં, જેમ કે મહાડનું ચવદાર તળાવ અને દીક્ષા ભૂમિ નાગપુર, મહાત્મા ફૂલે ઘર, સંકલ્પભૂમિ વડોદરાની સાથે સાથે દેશના મુખ્ય રાજનૈતિક પક્ષોના અધ્યક્ષોને પણ નાનો સિક્કો આપવામાં આવશે. દેશમાં આ પ્રથમ અને એકમાત્ર આવડો મોટો સિક્કો છે, જે ભારતમાંથી આભાડછેટને નાબૂદ કરવા માટેની હાકલ કરે છે. આ કાર્યક્રમમાં પાટડી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ અને સિક્કાની માર્ટિનભાઈ દ્રારા નાનો સિક્કો ભેંટ આપેલ અને તમામ વિગતવાર જણાવેલ અંતે ટ્રસ્ટના સંસ્થાપક માર્ટિનભાઈ દ્રારા સર્વેનો આભાર વ્યક્ત કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here