સાણંદના બોળ ગામ મુકામે ભાજપ યુવા મોરચા દ્વારા ગામ પંચાયત સરપંચ અને સભ્યોને સન્માનિત કર્યા
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બોળ ગામ મુકામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશ “વિકાસ એજ વિશ્વાસ” મા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિકાસ લક્ષી માર્ગદર્શન હેઠળ તથા યજસ્વી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રેરણાથી તથા પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરટના માર્ગદર્શનથી “ગ્રામોદય થકી રાષ્ટ્રોદય”ની સંકલ્પના ને સાકાર કરી સરકાર ની જનકલ્યાણકારી યોજનાઓ થકી ગ્રામજનોના કલ્યાણ માટે સક્રિય સેવા થકી ગરવી ગુજરાતની ગ્રામ પંચાયતના સર્વે ચૂંટાયેલ નવનિયુક્ત યુવા સરપંચ,ઉપ સરપંચ,પંચાયત સદસ્યઓનું સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ રણધીરસિંહ પઢેરિયાના અધ્યક્ષતામાં યુવા મોરચાની ટિમ,તાલુકા ડેલીકેટ,જિલ્લા ડેલીકેટ,સંગઠનના હોદ્દેદારો તથા ગામના આગેવાનોની હાજરી સાથે કાર્યક્રમ યોજાયો એમાં બોળ,કુંવાર,ચરલ ગામના સરપંચ,ઉપસરપંચ તથા સભ્યોનું પ્રેમથી રાજીખુશીથી ખેસ પહેરાવી સન્માનિને સન્માનપત્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા