સાણંદના વિરોચનગર ગામે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી
પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા જ સમગ્ર દેશમાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષો ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ સાણંદના વિરોચનનગર મુકામે ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક ઇદની નમાજ અદા કરી હતી અને નમાઝ બાદ દેશમાં શાંતિ,સલામતી અને ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના દુઆ કરીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી મહત્વનું છે કે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો જેમાં એક મહિના સુધી મુસ્લિમ ભાઈઓ અને બહેનો પૂરો મહિનો ખુદાની બંદગી સાથે પવિત્ર રોજા રાખતા હોય છે અને રાત્રે તરાવીની નમાજ પઢતા હોય છે રમજાન માસ પૂર્ણ થતાની સાથે ચાંદ દેખાતા બીજા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે આ ઈદ ને લોકો મીઠી ઇદના નામે પણ ઓળખે છે ઈદની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ બિરાદરો ઘરે આવેલા મહેમાનો નું સ્વાગત ખીર અને મીઠી સેવાઇયા ખવડાવીને કરે છે