સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે સાણંદ નિદાન પેથોલોજી લેબોરેટરીના સહયોગ થકી સોયલા ગ્રામ પંચાયતમાં ફ્રી લેબોરેટરી કેમ્પ યોજાયો.જેમાં નિદાન પેથોલોજી લેબોરેટરી ના સ્ટાફનું સરપંચ નીતાબેન વાઘેલા દ્રારા સ્લાગત કરવામાં આવ્યું હતું.
સોયલા ગામના આશા વર્કસ બહેનો સહયોગ થકી સગર્ભા બહેનો તથા ગામ લોકો ના વિનામૂલ્યે રીપોર્ટ કરી આપવામાં આવ્યાં હતા. જેમાં યુરિન,આર.બી.એસ,એફ.બી. એસ,બી.એલ.જી.આર,હિમોગ્લોેબીન,બ્લડ કાઉન્ટ,ડબ્લ્યુ.બી.સી કાઉન્ટ,પી.એલ.ટી કાઉન્ટ વગેરે નો સમાવેશ થાય છે તથા લીવર,કીડની,ચરબી, વિટામિન બી -૧૨,વિટામિન ડી-૩,આયરન,ટી.બી,થાયરોઇડ જેવા રિપોર્ટ પણ રાહત દરે કરી આપવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમનું આયોજક ગુલાબ બૌદ્ધે નિદાન પેથોલોજી લેબોરેટરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કિરણભાઈ વાઘેલા, હર્ષનભાઈ વાઘેલા તથા ગુલાબભાઈ બૌદ્ધ,રમેશભાઈ વાઘેલા,ધનજીભાઈ વજેસંગભાઈ નિદાન લેબોરેટરી સ્ટાફના મયંક રાઠોડ,રોહિત ચૌહાણ,વાહિદ મોમીન,ઇદ્રીસ મોમીન સાથ સહકાર આપ્યો હતો.