સાણંદની મોરૈયા પ્રા.શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

0
392

સાણંદ તાલુકાના મોરૈયા ગામે આવેલ મોરૈયા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં AIA ના સ્પોન્સરશીપ દ્વારા Jeal Education ના ખાસ સહયોગથી અને શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ,ગણિત/વિજ્ઞાનના શિક્ષક મુકેશભાઈ પટેલ અને ભૂમિકાબેન પટેલ ના માર્ગદર્શન તેમજ બાળકોના અર્થાક પ્રયત્નોથી સુંદર સાયન્સ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ના બાળકોએ ગણિત/વિજ્ઞાનના ઘણા બધા મોડેલ્સ બનાવ્યા તેના લીધે બાળકોમાં વિજ્ઞાન વિશે રસ અને રુચી કેવી છે તેનો ખ્યાલ આવ્યો હતો આ એક્ઝિબીસનથી બાળકોમાં વિચારવાની શક્તિ અને સર્જનાત્મક શક્તિમાં પણ વધારો થયેલો જોવા મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર સંચાલન મુકેશભાઈ પટેલે કર્યું હતું

અહેવાલ – ચિરાગ પટેલ, સાણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here