મોટા ભાગના જ્વેલર્સની દુકાનો જોવા મળી બંધ હાલતમાં
સાણંદની સોની બજારમાં અચાનક ભારતીય માનક બ્યુરો દ્રારા સોના-ચાંદીની તપાસ
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં આવેલી સોની બજારમાં સોની-ચાંદીની દુકાનોમાં ભારતીય માનક બ્યુરો દ્વારા આજથી લગભગ 120 જેટલી તમામ સોના-ચાંદીની દુકાનોમાં હોલમાર્ક યુનિક આઇન્ડિફિકેસન(HUID) દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમાં સોના-ચાંદીના વેપારીના લાઇસન્સ ચેક કરવામાં આવે છે તથા સોના-ચાંદીના સેમ્પલ લઈને સાથે ચેક કરવા માટે લઈ જવામાં આવે છે તથા હોલમાર્કની ચકાસણી પણ કરવામાં આવે છે જેથી સોના-ચાંદી વેપારીની દુકાનોમાં તપાસ શરૂ થતા સાણંદ બજારમાં ફફરાટ મચી ગયો છે જેના કારણે અમુક ભેળસેળ કરતા વેપારી કે લાઇસન્સ વગરના દુકાનના શટલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા આ હોલમાર્કની તપાસ કરવા માટેની લાઇસન્સ ધારક દુકાનો અમુક જ સાણંદમાં છે બાકીની દુકાનો પાસે લાઇસન્સ નથી આવા સંજોગોમાં લાયસન્સ કે હોલમાર્ક વગરના દાગીના બનાવતા દુકાનદારો દુકાનો બંધ કરી ગાયબ રહેતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા અને આગામી સમયમાં તપાસ દરમ્યાન આવા દુકાનદારોની પોલ ખુલીને સામે આવે અને મોટીગેરરીતિ પકડાય એવી સંભાવના રહેલી છે.
ચિરાગ પટેલ સાણંદ