સાણંદની JDG કન્યા વિદ્યાલય ખાતે વિદાય સમારંભ યોજાયો.

0
385

સાણંદ ની JDG કન્યા વિદ્યાલય ખાતે ધો. 10 અને 12 ની વિધાર્થિનીઓનો વિદાય સમારંભ સંસ્કાર પરિવારના પ્રમુખ શ્રી કાંતિલાલ જીનવાલા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સાણંદ ના શંકરતિર્થ આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી આનંદનાથજી મહારાજ,સમસ્ત બ્રહ્મ સમાજ-ગુજરાત રાજ્ય કક્ષાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, ભગીની સમાજના પ્રમુખ જાનકીબેન પટેલ,દાદાગ્રામ આશ્રમશાળા ના સંચાલક અને સંસ્થાના મંત્રી શ્રી જેસગજી ઠાકોર, અજયભાઈ જોષી,વિપુલ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કર્યા બાદ શાળા ના આચાર્ય સુમનબેન તથા અન્ય શિક્ષકો એ પુષ્પગુચ્છ અને શબ્દોથી સ્વાગત કર્યું હતું. સંત શ્રી આનંદનાથજી મહારાજ એ તેમનાં આશીર્વચન ઉદબોધન માં ભારતીય ગુરુકુળ પરંપરા ને યાદ કરી વિધાર્થિનીઓ ને પરિણામની નહિ, પ્રયત્નો પર વિશ્વાસ રાખી ડર કે ભય વિના પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. ભરતભાઈ એ પણ ભઈલાઓ કરતા મહિલાઓ વધુ શક્તિશાળી છે એમ કહી માં અંબા અને અન્ય દેવીઓ સિંહ, વાઘ પર સવારી કરે છે એનુ ઉદાહરણ આપી બાળાઓ ના જુસ્સાને વધાર્યો હતો. અજયભાઈ જોશી એ પણ 4D desire,direction, dedication અને discipline વિશે વાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.જાનકીબેને પણ બહેનોને ગભરાયા વિના જીવનમાં આવતી તમામ પરીક્ષાઓ પસાર કરવા પ્રેરણા આપી હતી. જેસંગજી સાહેબે એક વિદાય ગીત દ્વારા સૌની આંખો ભીની કરી દીધી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના લીગલ એડવાઈઝર અને ટ્રસ્ટી શ્રી ગૌતમભાઇ રાવલએ કાર્યક્ર્મનું સુંદર સંચાલન કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here