ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ ના દિવસે અમદાવાદ જીલ્લા આયુર્વેદ વિભાગ સરકારી આયુર્વેદ દવાખાનું શિયાવાડા તથા સરકારી હોમિયોપેથીક દવાખાનું મોડાસર દ્વારા મુનિ આશ્રમ સેવા ટ્રસ્ટ ના સહયોગથી સાણંદ મુનિ આશ્રમ ખાતે મેધા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પ ની શરૂઆત આપણા માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ ના હસ્તે દીપ પ્રાગટ્ય થી કરી હતી. કેમ્પ માં નગરપાલિકા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના મહાનુભાવો, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, હાજર રહ્યા હતા.જેમાં કુલ થઇ ને ૨૨૪૬ દર્દીઓ એ લાભ લીધો.
આ કેમ્પ માં આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર અને શારીર ના દુખાવા મેનેજમેન્ટ માટે ખાસ એવી અગ્નિકર્મ ચિકિત્સા માટે વૈધ પિનાકીન પંડ્યા સાહેબ એ કરી હતી. દાંત પાડવાની ચિકિત્સા વૈધ નિતિનભાઈ દ્વારા કરવામાં આવી હતી.ઉપરાત અમદાવાદ ના વિવિધ નિષ્ણાત વૈદ્યો સેવા આપી હતી.આ ઉપરાંત રસોડાની ઔષધો, પંચકર્મ, સ્ત્રીરોગ,ત્વચા , સૌંદર્ય, ડાયાબીટીસ, પ્રકૃતિ પરીક્ષણ, અને જનરલ ઓપીડી તથા ૦ થી ૧૦ વર્ષ ના બાળકો ને સુવર્ણપ્રાશન.તથા અને યોગ શિબિર, આયુર્વેદ અમ્રુતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું.જનરલ ઓપીડી મા ૨૨૩, હોમિયોપેથીક -૧૦૯ અને અલગ અલગ વિભાગ ના ૩૨૪ દર્દીઓ એ લાભ લીધો હતો. પ્રકૃતિ પરીક્ષણ અને જનરલ, પ્રદર્શન માર્ગદર્શન, યોગ, સુવર્ણપ્રાશન ના થઈ કુલ ૨૨૪૬ લાભાર્થીઓ એ મેધા આયુષ કેમ્પ નો લાભ લીધો.
અહેવાલ : ચિરાગ પટેલ સાણંદ