સાણંદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ ઉજવાઈ

0
906

ભારતીય જનસંઘ ના સંસ્થાપક તથા પ્રખર રાષ્ટ્રવાદી અને પ્રેરણા સ્ત્રોત પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની પુણ્યતિથી નિમિતે સાણંદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ નંબર ૫૮ માં વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન દોશી તથા સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા જીલ્લાના ઉપપ્રમુખ શૈલેષભાઈ દાવડા,જિલ્લાના મંત્રી લીનાબેન પટેલ તથા સાણંદ શહેરના તમામ હોદ્દેદારશ્રીઓ તથા નગરપાલિકાના સદસ્યો તેમજ તમામ મોરચાના પદાધીકારીશ્રીઓ હાજર રહેલ અને સમગ્ર હાજર કાર્યકર્તાઓ દ્વારા પંડિત દિનદયાલજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે અમદાવાદ જીલ્લાના પ્રભારી શ્રી વર્ષાબેન દ્વારા પંડિત દિનદયાલજીના જીવનનો વૃતાંત ખુબ જ સુંદર રીતે સમજાવેલ અને સમર્પણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની માઈક્રોડોનેશન કાર્યક્રમ અંતર્ગત સમજ આપી દરેક કાર્યકર્તાઓને તેમની હાજરીમાં માઈક્રોડોનેશનની કામગીરી કરવા જણાવેલ જેના અનુસંધાને હાજર રહેલ કાર્યકર્તાઓએ આશરે ૨૫૦ થી વધારે લોકો દ્વારા માઈક્રોડોનેશનની કામગીરી ખુબજ સુંદર રીતે કરવામાં આવેલ આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શૈલેષભાઈ દાવડા દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટ : ચિરાગ પટેલ સાણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here