સાણંદ ખાતે મહારાણા પ્રતાપસિંહની ૪૮૨મી જન્મજયંતિની ઉજવણી
વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહ ની ૪૮૨ મી જન્મ જયંતિ મહોત્સવ નિમિતે ભવ્ય બાઈક રેલીનું આયોજન નેક નામદાર સાણંદ ઠાકોર સાહેબ શ્રી ધ્રુવસિંહજી જયશિવસિંહજી વાઘેલા ની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીનો પ્રારંભ સવારે 9 વાગે સાણંદ ડી માર્ટ પાસે થયો હતો ત્યારબાદ સાણંદ નગરજનો દ્વારા મહારાણા પ્રતાપસિંહ અને દાઢીબાપુની પ્રતિમાનું ફુલહાર પહેરાવી પુષ્પો વરસાવીને સ્વાગત કરાયું હતું જેમાં 25 કાર અને 200 બાઇકો સાથે 700 થી 800 માણસો જોડાયા હતા આ બાઈક રેલીનું સમાપન દરબાર ગઢ ખાતે થયું હતું જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા તેમજ સાણંદ ઠાકોર સાહેબ દ્વારા દરેક સમાજનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો તથા સાણંદ નગરપાલિકા પ્રમુખ નેહલબેન શાહને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે આગામી ટૂંક જ સમયમાં મહારાણા પ્રતાપસિંહ અને દાઢીબાપુની પ્રતિમાનું વિમોચન સાણંદ ગઢિયા ચોકડી ઉપર કરવામાં આવશે.