સાણંદ તાલુકા ની પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક અંતર્ગત કારોબારીની રચના માટે બેઠક મળી

0
238

ગુજરાત રાજ્યના ૩૦ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર પત્રકાર એકતા સંગઠન (ગુજરાત) દ્વારા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના માટે બેઠકોનો દોર ચાલુ છે. ત્યારે સંગઠન એજ શક્તિ ના સૂત્ર સાથે આજના સમયમાં સંગઠન ની એકતા અનિવાર્ય બની છે. જેમાં પત્રકાર એકતા સંગઠન ની સાણંદ તાલુકા કક્ષાએ વધુ મજબૂત બને તે માટે કારોબારીની રચના કરવા માટે સાણંદ તાલુકાની પત્રકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સમગ્ર આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ઝોન 6 ના સહપ્રભારી દિનેશભાઇ કલાલ ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું
જેમાં અમદાવાદ IT સેલ અંકિતભાઈ મકવાણા અને સાણંદ તાલુકાના પત્રકાર મિત્રો જોડાયા હતા
સમગ્ર કાર્યક્રમ માં અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હશમુખભાઈ પટેલ દ્વારા સંગઠન ની વ્યાખ્યા અને સંગઠન ની જરૂરિયાત ના મુદ્દે સમગ્ર પત્રકારમિત્રો ને જણાવ્યું હતું સાથે ઝોન 6 ના પ્રભારી શ્રી દિનેશભાઇ કલાક દ્વારા પત્રકાર એકતા સંગઠન ના સ્થાપના થી લઇ અત્તયાર સુધીના કાર્ય વિષે માહિતી આપી આગામી ગુજરાત ભર ના પત્રકારોનું મહાસંમેલન ના આયોજન ની વિસ્તૃત માહિતી આપી હતી
આ આયોજન સાણંદ ના બીઆરસી ભવન ખાતે યોજાયું હતું જેમાં સાણંદ તાલુકા ના પત્રકારોની વિવિધ હોદ્દો પર સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે ચિરાગભાઈ પટેલ, ઉપ પ્રમુખ પદે જીગ્નેશભાઈ,મુળરાજસિંહ,ફઝલભાઈ,મહામંત્રી પદે બલોલભાઈ,ગૌરવભાઇ,અભિષેકભાઈ,મંત્રી તરીકે રબ્બાની મલેક,સુનિલભાઈ,ગોપાલભાઈ ,સહ મંત્રી તરીકે અફઝલખાન,ભરતભાઇ તેમજ આઇટી સેલ માં ગુલાબભાઈ વગેરે લોકોની સાણંદ તાલુકાની નવીન વરણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here