પોલીસ સમન્વય પરીવાર તથા ભારતીય માનવ અધિકાર પરિસદ થકી નિદાન પેથોલોજી લેબોરેટરી સહયોગથી સાણંદ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે ફ્રી લેબોરેટરી કેમ્પ યોજાયો
સાણંદ તાલુકાના સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનો,હોમ ગાર્ડ જવાન,જી.આર.ડી જવાનો માટે પોલીસ પરિવાર તથા માનવ અધિકાર પરિષદ દ્રારા સાણંદ નિદાન પેથોલોજીના સહયોગથી ફ્રી લેબોરેટરી કેમ્પનું આયોજન ગુલાબ બૌદ્ધ દ્રારા કરવામાં આવ્યું હતું જેમાં સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.મંડોરા દ્રારા કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ અને નિદાન પેથોલોજી લેબોરેટરી સ્ટાફ રફીક મોમીન,મયંક રાઠોડ જેવો પી.આઈ વી.ડી.મંડોરા ને પુષ્પગુંજ આપી સ્વાગત કરેલ તથા કોવીડ-૧૯ મા ગરીબ, મધ્યમ વર્ગને રાહત દરે રીપોર્ટ કરી આપેલ અને હાલ ચાલુ વર્ષમાં સાણંદ આજુ-બાજુના ગામડાઓ તથા સરકારી કચેરી,પોલીસ સ્ટેશન ફ્રી લેબોરેટરી કેમ્પ યોજીને લોકોની સેવા લાભ આપી રહ્યા છે આ સરાહનીય કામગીરી કર્તા પોલીસ સમન્વય પરીવાર તરફથી સન્માન પત્ર પોલીસ ઇન્સપેક્ટર વી.ડી.મંડોરા તથા ગુલાબ બૌદ્ધ હસ્તે નિદાન પેથોલોજી લેબોરેટરી સ્ટાફને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં પી.એસ.આઈ. મહેન્દ્રસિંહ ઝાલા,એ.એસ.આઈ. નાગરાજસિંહ તથા એ.એસ.આઈ. જનકસિંહ તથા તમામ પોલીસ સ્ટાફ હાજરી આપેલ અને પોલીસ સ્ટાફનો ખૂબ સાથ સહકાર મળેલ અને ગુલાબ બૌદ્ધ દ્રારા સર્વેનો આભાર વ્યક્ત કરેલ
અહેવાલ :- ચિરાગ પટેલ સાણંદ