સાણંદ માં વિશ્વ ક્ષય દિવસે ૨૫ દર્દીઓને ન્યુટ્રીશનની કીટોનું વિતરણ

0
253

આજ રોજ તાલુકા હેલ્થ ઓફીસ સાણંદ ,જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ના સયુક્ત ઉપક્રમે સાણંદ તાલુકા ખાતે વિશ્વ ક્ષય દિવસ-૨૦૨૨ ના તાલુકા કક્ષાના કાર્યક્રમ ની ઉજવણી કરવામા આવી.

આ કાર્યક્રમમાં મા.નગર પાલિકા પ્રમુખશ્રી,નગર પાલિકા ઉપપ્રમુખશ્રી,જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ચિંતનભાઈ દેસાઈ,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.અલ્પેશભાઈ ગાંગાણી અને અર્બન હેલ્થ સેન્ટર સાણંદ ના મેડીકલ ઓફિસરશ્રી ડો.કલ્પેન્દ્રસિંહ રાજપૂત હાજર રહ્યા હતા.વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી ના ભાગરૂપે સાણંદ તાલુકા ના ૧૦૦ ટીબી ના દર્દીઓને ન્યુટ્રીશનની કીટતેમજ અમૂલ પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ અધિકારીઓ/પદાધિકારીઓના હસ્તે કુલ ૨૫ દર્દીઓને ન્યુટ્રીશન ની કીટ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here