સાણંદ સદભાવના કેન્દ્ર દ્વારા ફ્રી માં પાણીના કુંડા નું વિતરણ
સદભાવના કેન્દ્ર ટપાલ ચોક સાણંદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ જેવી કે અગ્નિ સંસ્કાર માટે લાકડાની સેવા,અંતિમ વિધિ માટે ફ્રીમાં કીટની સેવા,જરૂરિયાત મંદ લોકોને કપડાં,શિયાળામાં ગરીબ લોકો માટે ગરમ કપડાની સેવા,બુટ-ચંપલ વિતરણ,ગરીબ ઘરની દીકરીઓને લગ્ન પ્રસંગે યથા યોગ્ય પુરતની કીટ,સાણંદ કન્યા શાળાની દીકરીઓને મફત સ્ટેશનરી તેમજ,ગૌરીવ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ વગેરેનું વિતરણ,સાણંદ માં ત્રણ જગ્યાએ ઠંડા પીવાના પાણીની પરબ તેમજ મેડીકલ ના સાધનો જેવા કે ચાલવા માટેનું વોકર,સંડાસની ખુરશી,વૃદ્ધ માણસને ચાલવાની સ્ટીક તેમજ વ્હીલ ચેર વગેરે પ્રકારની સેવા હર હંમેશ કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ કાળજાળ ગરમીમાં મૂંગા અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા નું વિતરણ ગેલ્વેનાઈઝ વાયર સાથે કરવામાં આવ્યુ આ સેવા દર વર્ષે ઉનાળાની સીઝન માં કરવામાં આવે છે આ કાર્યક્રમમાં સાણંદ સદભાવના કેન્દ્ર ટપાલ ચોક ખાતે કરવામાં આવ્યો હતો જેમાં દરેક ગામજનો પાણીના કુંડા લઈ ગયા હતા અને આ સેવાનો લાભ લીધો હતો આમાં સંસ્થાના પ્રમુખ કમલેશભાઈ વ્યાસ અને ટ્રસ્ટી ગણ,સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ :- ચિરાગ પટેલ સાણંદ