સાણંદમાં પ્રજામાં સ્વાસ્થ્ય અને આરોગ્યલક્ષી સેવાઓ અંગે જાગૃકતા કેળવવા માટે અને હેલ્થ ચેક અપ અને નિદાન માટે હેલ્થ મેળાનું માન.ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત અમદાવાદનાં માર્ગદર્શન મુજબ ડૉ.બી.કે.વાઘેલા, તાલુકા હેલ્થ કચેરી સાણંદ દ્વારા આયોજન કરવામાં આવ્યુ આ હેલ્થ મેળામાં જિલ્લા પંચાયત ખાતેથી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.શિલ્પાબેન યાદવ ઉપસ્થિત રહ્યા.ઉપરાંત સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઇ પટેલ,સાણંદ નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ તથા જિલ્લા સદસ્યો તથા તાલુકા સદસ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં હેલ્થ મેળો યોજવામાં આવ્યો આ હેલ્થ મેળામાં માન.ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ દ્વારા કોરોના મહામારી દરમ્યાન આરોગ્યની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી તાલુકાનાં તબીબો તથા આરોગ્ય કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો. હેલ્થ મેળામાં કુલ ૭૩૯ લોકો દ્વારા આરોગ્ય મેળામાં આરોગ્યની તપાસ,વિનામૂલ્યે દવાઓ,૨૨ લાભાર્થીઓએ એ.બી.એચ.એ.(હેલ્થ આઇ.ડી.),૧૦૨ લાભાર્થીઓએ આયુષ્માન ભારત કાર્ડ (PMJAY),૫૫ લાભાર્થીઓએ ટેલી કન્સલ્ટેશન દ્વારા નિષ્ણાત તબીબોની સેવાઓ, ૪૨૮ લાભાર્થીઓએ ડાયાબીટીસ અને હાઇ બી.પી., ૯૩ લાભાર્થીઓએ મોતીયા બીંદની તપાસ, યોગ અને ધ્યાન જેવી સેવાઓનો લાભ લેવામાં આવ્યો.
અહેવાલ ; ચિરાગ પટેલ સાણંદ