સાબરકાંઠામાં કોઈ નવજાત શિશુને ખેતરમાં દાટી ગયું, ઊંચી નીચી થતાં જમીનને જોઈ મજૂરે બૂમાબૂમ કરી, ખોદ્યું તો જીવતી બાળકી નિકળી
- બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી
- બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઈ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, જ્યાં બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જો કે માસૂમને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે.