સિંહની પાછળ કાર દોડાવી પજવણી કરાતો વિડીયો વાઈરલ

વીડિયો ઉના-ગીરગઢડા તાલુકાનો હોવાનું અનુમાન

0
124
સિંહની પાછળ કાર દોડાવી પજવણી કરાતો

ગીર જંગલમાં વસવાટ કરતા એશિયાટિક લાયનની વારંવાર પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રિય રીતે કામગીરી રહ્યું છે. તેમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકી રહી નથી. ત્યા રે વઘુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જાેવા મળતા મુજબ ગીર જંગલ આસપાસના કોઇ ગામની શેરીમાંથી પસાર થઇ રહેલ જંગલના રાજા સિંહ પાછળ કોઇ શખ્સ મોટર કાર દોડાવી રહ્યો છે. કાર ચાલક દ્રારા ચાલુ કારમાંથી દોડતા સિંહનો વીડિયો પણ ઉતારી રહ્યાનું જાેવા મળે છે. આગળ દોડતા સિંહની પાછળ કાર ચાલક પણ કાર હંકારી એક માંથી બીજી શેરી ફરતા જતા જાેવા મળે છે. તો વાયરલ થયેલ સિંહની પજવણીનો વીડિયોમાં જાેવા મળતુ ગ્રામ્ય વિસ્તારરનું લોકેશન ગીર સોમનાથ જીલ્લા ના ઉના-ગીરગઢડા તાલુકાના જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તાોરનું હોવાનું અનુમાન જાણકારો વ્યનકત કરી રહ્યા છે. તો સિંહ પજવણીના વાયરલ વીડિયોને લઇ સિંહ પ્રેમીઓમાં રોષ પ્રર્વતેલ છે. તાત્કાલલીક પજવણી કરનાર શખ્સય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જયારે પજવણીના વાયરલ થયેલ વીડિયોના પગલે ગીર જંગલ વિસ્તાવર તથા આસપાસના બોર્ડરના ગામોમાં સિંહોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.

ગીર જંગલ અને તેની આસપાસના ગ્રામ્યસ વિસ્તાસરોમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શનના નામે જંગલના રાજા સિંહોની પજવણી કરાતી હોવાની અનેકવાર સિંહપ્રેમીઓ દ્રારા ફરિયાદો પણ કરી છે. તો વનવિભાગ પણ ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃતિ તથા સિંહોની પજવણી અટકાવવા સક્રિયતાથી કામ કરી રહ્યું હોવાથી અનેક વખત સિંહોની પજવણી કરનાર શખ્સોાની અટક કરી ઘોરણસરની કાર્યવાહી કરી છે. તેમ છતાં પણ ગીર જંગલ તથા આસપાસના બોર્ડરના ગામોમાં સિંહોની પજવણી બંઘ થતી ન હોવાથી હવે વનવિભાગએ આ બાબતે અસરકારક કામગીરી કરવી જાેઇએ તેવી સિંહ પ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.ગીર જંગલની આસપાસના કોઇ એક ગામડામાં સિંહની પજવણી કરાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જેમાં ગામડાને શેરીમાં ફરી રહેલ સિંહ પાછળ કોઇ શખ્સય કાર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતારી રહ્યાનું જાેવા મળે છે. આ વાયરલ વીડિયો ગીર સોમનાથ જીલ્લાતના ઉના-ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય. વિસ્તાવરનો હોવાનું અનુમાન થઇ રહ્યું છે. જંગલના રાજા એવા સિંહની પજવણીની ઘટના સામે આવતા સિંહપ્રેમીઓમાં રોષ પ્રર્વતેલ છે. તો આ વાયરલ વીડિયો બાદ ગીર જંગલ વિસ્તા રના ગામોમાં સિંહોની સુરક્ષા સામે સવાલો પણ ઉઠયા છે. જયારે આ વાયરલ વીડિયો મામલે વન વિભાગએ પણ તપાસ શરૂ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here