પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એક યુવાને સિલ્વર મેડલ મેળવી સાણંદનું ગૌરવ વધાર્યું
સાણંદ શહેરમાં રહેતા એવા તેજસ્વી વિદ્યાર્થી ગોહિલ વ્રજ નરેન્દ્રસિંહ એ તાજેતરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હ્યુમન રિસોર્સ વિષયમાં સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને સાણંદનું ગૌરવ વધારીને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ પટેલ તેમજ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતમાં સિલ્વર મેડલ મેળવતા સાણંદનું નામ રોશન કરી હર્ષની લાગણી ઉદભવી હતી