સી પ્લેન પર રાજ્ય સરકારે 7.77 કરોડના ખર્ચા બાદ સર્વિસ બંધ કરાઈ

રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતુ કે,

0
279
7.77-crore-spent-on-sea-plane-service.

વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સાબરમતીથી કેવડિયા સુધીની ઉડાન ભરનાર સી પ્લેન ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. જે ૧૦ એપ્રિલ ૨૦૨૧થી સેવા બંધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે સી પ્લેન પાછળ ૭ કરોડ ૭૭ લાખ ૬૫ હજાર ૯૯૧ જેટલી રકમનો ખર્ચો કર્યો છે. રાજ્યમાં ઉડાન યોજના અન્વયે સાબરમતી રીવરફ્રન્ટથી શેત્રુંજય ડેમને જાેડતી હવાઈ સેવા ૨૦૧૯માં શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ સેવા હજી સુધી શરૂ કરવામાં આવી નથી. તે ઉપરાંત જામનગરથી દિલ્હી, ગોવા અને હિંડનને જાેડતી હવાઈ સેવા ૨૦૧૯માં શરૂ થવાની હતી જે હજી સુધી શરૂ કરાઈ નથી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત સુધીની હવાઈ સેવા પણ શરૂ થઈ નથી.

જ્યારે કેશોદથી મુંબઈને જાેડતી હવાઈ સેવા પણ હજી શરૂ કરાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર ૨૦૧૭માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઉડાન યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ રૂટ સહિત દેશમાં ૧૬ રૂટ પર સી-પ્લેનનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના લગભગ દોઢથી બે વર્ષ બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન ૩૧ ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સી-પ્લેનનું સત્તાવાર શુભારંભ કરાવી પ્રથમ પ્રવાસી તરીકે કેવડિયાથી અમદાવાદ સુધી મુસાફરી કરી આવ્યા હતા.

રાજ્યની તત્કાલીન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા ૧૨૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં આ સી-પ્લેન ભુલાઈ ગયું છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ અને સી-પ્લેન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ એનો વપરાશ ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતી હેલિકોપ્ટર જાેય રાઈડ માટે કરવામાં આવે છે. રાજય સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ સી-પ્લેન છેલ્લા ૧૬ મહિનાથી બંધ છે, હવે આગામી જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાનું આયોજન હોવાનું રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે, હવે એપ્રિલ મહિનામાં સી-પ્લેન સેવા આપવા માટે કંપનીની પસંદગી થયા પછી જૂન મહિનામાં પુનઃ સી પ્લેન સેવા કાર્યરત કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here