બમરોલી ડુંડી ગામના આનંદ હોમમાંથી કેટલાક અજાણ્યા ઈસમો રાત્રીના સમયમાં યામાહાની આર-૧-૫ બાઇક જેની કિંમત ૨.૧૭ લાખ હતી. ૨ વર્ષ જૂની બાઇકના પણ હપ્તા ભરી રહ્યા છે, એ ચોરી કરી લઈ ગયા હતા. જેની તપાસ પોલીસ કરી રહી છે. એ જ દિવસે બમરોલી અમીધારા સોસાયટીમાંથી ૨ મહિના જુની સીડી ડીલક્સ બાઇક ચોરાઈ, ડ્રિમ પાયોનર કોમ્પ્લેશમાંથી પલ્સર ૧૫૦ બાઇક ચોરાઈ જે તમામ બાબતોમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ આનંદ હોમ સોસાયટીમાંથી ૨ વર્ષ જૂની પલ્સર-૧૫૦ અને ૮ વર્ષ જૂની સ્પેલન્ડર બાઇક ચોરાઈ જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરી તમામ પુરાવા આપવામાં આવ્યા હતા. ૭ માર્ચ બમરોલી ચૈત્રીનદન સોસાયટીમાંથી પલ્સર-૨૨૦ ચોરાઈ એ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
પોલીસને જાણ કરી ફરિયાદ કરવામાં આવી છે. જાેકે કોઈ પરિણામ મળ્યું નથી.સુરતમાં પાંડેસરા બમરોલીની સોસાયટીઓમાંથી સન્ડે ટુ સન્ડે બાઇક ચોરી કરતી ગેંગની અનોખી હાથ સફાઈને લઈ લોકો હેરાન થઈ ગયા છે. છેલ્લા ૧૫ દિવસમાં ૪ સોસાયટીઓમાંથી ૯ બાઇક ચોરી થતા પોલીસ પણ ઉંઘ બગાડી બાઇક ચોર ગેંગને પકડવા ભાગદોડ કરી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બે સોસાયટીઓના સીસીટીવી કેમેરામાં બાઇક ચોર ટોળકી કેદ થયા બાદ પણ પોલીસ ૧૫ દિવસથી ચોરોને પકડવામાં સફળ થઈ નથી એ એક મોટો પ્રશ્ન છે.