સુરતમાં કોરોના બેકાબૂ, એક્ટિવ કેસ 24 હજારને પાર, 31 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં

0
985

કોવિડનો કુલ આંકડો વધીને 1,82,175 પર પહોંચ્યો

સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. ગતરોજ એક જ દિવસમાં સુરત 3974 કેસ નોંધાયા છે. આ સાથે એક દર્દીનું મોત થયું છે. જ્યારે 2232 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 1244 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 31 ટકા થયા છે. વિતેલા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે.

એક્ટિવ કેસ વધીને 24,330 થયા
કોરોના સંક્રમણમાં પણ ભારે વધારો થયો છે. સુરત શહેર જિલ્લામાં નવા 3974 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,82,175 પર પહોંચ્યો છે. જ્યારે 1 મોત સાથે મૃત્યુઆંક વધીને 2138 થયો છે. આજે શહેરમાંથી 2232 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,55,719 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 24,330 એક્ટિવ કેસ છે.

ત્રણ સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઈ
7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં નોંધાયા છે. 9 વ્યક્તિઓ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. 15 વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.

40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
કુલ 40 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તે પૈકી રાયન ઇન્ટર નેશનલ શાળા, એલ પી સવાણી, ડી પી એસ શાળા, કેન્દ્રિય શાળા, સુમન શાળા, ડી આર બી કોલેજ, મહેશ્વરી શાલાલ, વનિતા વિશ્રામ શાળા, હિલ્સ હાઇસ્કૂલ શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં આવેલ છે. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 784 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે.

ત્રીજી લહેરમાં કુલ કેસ, હાઇએસ્ટ-એક્ટિવ કેસ વધ્યા પણ દાખલ દર્દી ઘટ્યા
કોરોનાની અગાઉની બે લહેરમાં કુલ કેસ 40671થી વધીને 139315 થયા છે, રોજિંદા કેસ 238થી વધીને 3563 થયા છે તથા રોજના એક્ટિવ કેસ 1364થી વધીને 20598 થયા છે, જેની સામે દાખલ દર્દીઓ 4038 પરથી ઘટીને 401 જેટલા રહી ગયા છે. આમ દાખલ દર્દીઓ ઘટ્યા છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here