સુરતમાં દીકરીના પિતાએ કુંવારો હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

0
704

પાંડેસરા વિસ્તારમાં રહેતી રસમી ઉ.વ. ૨૬ઈન્ટીરિયર ડિઝાઈનરનું કામ કરે છે. રસમી દોઢેક વર્ષ પહેલાં બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી હેમચંદ્ર રતનલાલ દાયમા (ઉ.વ. ૨૯ ૨હે, રામનગર વેલકમ પાન દુકાનની પાછળ ઉધના)એ ક્રેડિટ કાર્ડના બહાને ફોન કર્યો હતો. ત્યારબાદ અવાર નવાર રસમી સાથે ફોન ઉપર અને મેસેજ ઉપર વાતો કરતો હતો. હેમચંદ્ર પોતે પરિણીત અને એક દીકરીનો પિતા હોવા છતાંયે રસમીને કુંવારો હોવાનું કહી વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આત્મહત્યા કરવાની ધમકીઓ તેમજ લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર ડુમસમાં આવેલ મીરા હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી.ર્ પોતે ગર્ભવતી હોવાનું કહેતા જ હેમચંદ્રએ ગર્ભપાત કરાવવા માટે મેડીકલ સ્ટોરમાંથી ગોળી લાવી બળજબરીપૂર્વક પીવડાવી દીધી હતી. ગર્ભપાત થઈ ગયા બાદ લગ્ન નહી કરી તરછોડી દેતા રસમીએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવવા મજબૂર બની હતી. પોલીસે રસમીની ફરિયાદ લઈ આરોપી હેમચંદ્ર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.સુરતમાં ડુમસની હોટલમાં ઈન્ટીરિયર ડિઝાઈનર યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર બેંકમાં નોકરી કરતા પરિણીત યુવક સામે પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એક દીકરીના પિતાએ યુવતીને ક્રેડીટ કાર્ડ અપાવવાના બહાને ફોન અને મેસેજ કરી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. અવાર નવાર આત્મહત્યા કરી લેવાની ધમકી આપી યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવવા ગોળીઓ પણ ખવડાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તરછોડાયેલી યુવતીએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here