સુરતમાં હવાઈ સેવાના પ્રારંભથી હીરા ઉદ્યોગને બળ મળશે

  0
  322

  ગુજરાત સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એર કનેકટ સાથે વિવિધ શેહેરોને હવાઈમાર્ગે જાેડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈ સેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે. વેંચુ૨ા એ૨ કનેકટ કંપનીનાં જણાવ્યા મુજબ, સુ૨ત- ૨ાજકોટ- સુ૨તની નવ સીટ૨ની ડેઈલી ફલાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફલાઈટ સુ૨તથી સાંજે ૫.૩૦ કલાકે ટેકઓફ થઈ રાજકોટ ૬.૩૦ કલાકે લેન્ડ થશે. બાદમાં ૭.૪૫ કલાકે પ૨ત ટેક ઓફ થઈ સુ૨ત જશે. હાલમાં ફલાઈટનુ ભાડું પ્રા૨ંભીક તબકકે માત્ર રૂપિયા ૧૯૯૯ રાખવામાં આવ્યું છે.

  ઉપરાંત સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર અને સુરતથી અમરેલી સેક્ટર ઉપર પણ દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે. વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે. અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટ અને સુરતથી રાજકોટ પણ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એર લાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે જ પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે ટીકીટનાં દર માત્ર રૂપિયા ૧૯૯૯ રાખવામાં આવ્યા હોવાનું પણ કંપની દ્વારા જણાવાયું છે.

  આજથી ૨ાજકોટ એ૨પોર્ટ પરથી સુ૨તની હવાઈ સેવા શરૂ કરાશે. રાજ્ય સરકારનાં સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા માત્ર રૂ.૧૯૯૯નાં રાહત દરે આ સેવા શરૂ કરવામાં આવી છે. ‘ઉડાન’ની યોજના હેઠળ સુ૨તથી રાજકોટ ઉપરાંત અમદાવાદ, અમરેલી અને ભાવનગ૨ની એ૨ કનેકટીવીટી માટે પણ વેંચુ૨ા એ૨ કનેકટ કંપની દ્વારા હવાઈ સેવા શરૂ કરવામાં આવનાર છે. આજરોજ સુરતથી આ સેવાનો પ્રારંભ થયો છે. જાેકે આ હવાઈ સેવાથી સુરતમાં વસતા અનેક સૌરાષ્ટ્રવાસીઓને પણ ફાયદો થશે અને તેમાંય ખાસ તો હીરા ઉદ્યોગને પણ બળ મળે તેવી પૂરી શક્યતાઓ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here