સુરેન્દ્રનગરના ખેડૂતોએ કરેલી અરજીમાં યોગ્ય સર્વેના અભાવે ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભથી વંચિત રહ્યા હોવાની ખેડૂતોએ રજૂઆત કરી છે. સાથે જ ઇન્સ્યોરન્સ કંપની તરફથી પાક વીમાનું વળતર ચૂકવવામાં આડોડાઈ કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જેને લઈ હાઈકોર્ટે ટાક્યું કે કુલ નુકસાનમાં સરકારે જેટલું નુકસાન ચૂકવ્યું હોય એ સિવાયના વળતરની રકમ માટે ઇન્શ્યોરન્સ કંપનીનો ખુલાસો જરૂરી છે. આ મામલે હવે અત્યાર સુધી પાક વીમાની રકમ ન મળવા સહિતની અરજીઓ એકસાથે મર્જ કરી છે. જેમાં અંદાજે ૪૦થી વધુ અરજીઓની આવતા મંગળવારે એકીસાથે આ પ્રકારની અરજીઓ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવશે.સુરેન્દ્રનગરના ખેડૂતોએ પાક વીમો ન મળવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજીને અત્યાર સુધી આવેલી આ બાબતથી તમામ અરજીઓ સાથે મર્જ કરતા એકસાથે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, ખેડૂતોને નુક્સાનીનું વળતર મળવું જાેઈએ, સાથે જ એ પણ ટાક્યું છે કે ખેડૂતો બેવડા વળતરની આશા ન રાખે, જાેકે જે નુકસાન થયું છે, તે મુજબ વળતર મેળવવા ખેડૂતો હકદાર ગણાય.