મુંંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
પીએમ મોદી, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ સહિત દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યુ દુખ.
છેલ્લા અમુક સમયથી ખરાબ તબીયતના લીધે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની તબિયત નરમ ગરમ રહ્યા કરતી હતી.
ગઈકાલે તેમની તબિયત ફરી લથડતા તેમને વેલ્ટીનેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં આજરોજ તેમનું દુખદ નિધન થયું હતું.
નિધનના સમાચારના પગલે ભારત સહિત વિશ્વમાં વસતા લતાજીના ચાહકોમાં ભારે આઘાત વ્યાપી જવા પામ્યો છે.
પીએમ મોદી, નિતિન ગડકરી, યુપીના સીએમ યોગી સહિત અનેક દિગ્ગજ નેતાઓ દુખમાં સરી પડ્યા છે. બોલીવુડમાં લતા દીદીના નિધનથી જે ખોટ પડી છે એ ક્યારેય પુરાય એવી નથી.
28 સપ્ટેમ્બર 1929 ના રોજ જન્મેલા લતા દીદીએ 5 વર્ષની વય થી ગાવાનું શિખવા લાગ્યા હતા અને લતા દીદીએ એક પછી એક સફળતાના શિખરો પાર કર્યા હતા.
લતા મંગેશકરને સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખવામાં આવતા હતા.
દેશ સહિત દુનિયામાં કલા જગતમાં કોઈ એવી વ્યક્તિ નહી હોય જે લતા દીદીને ના ઓળખતું હોય. ભારત દેશ માટે યોગદાન બદલ ભારત સરકારે લતા દીદીને ભારતનું સર્વોચ્ચ સમ્માન એટલે કે ભારતરત્નથી પણ નવાજ્યા હતા.
લતા દીદીના જવાથી બોલીવુડ તેમજ ભારત દેશમાં બહુ મોટી ખોટ પડી છે અને ભારતે આજે એક મહામુલ્ય રત્ન એવા લતા દીદીને ખોઈ દીધા છે.
નિર્ભયમાર્ગ ન્યૂઝ લતા દીદીને ભાવપુર્ણ શ્રદ્ધાંજલિ પાઠવે છે એમને નમન કરે છે…
બ્યુરો રીપોર્ટ