હનુમાનજ્યંતિએ ડભોડા ખાતે હનુમાન દાદા પર 24 હજાર કિલો તેલથી અભિષેક કરાશે

0
396

સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાન મંદિર દ્વારા બે વર્ષ બાદ ઉજવણી કરવામાં આવનાર હોવાથી ગ્રામજનો અને લાખો ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. પોલીસ અને સ્વયંસેવકોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહોત્વસની ઉજવણી કરવામાં આવનાર છે. ડભોડા હનુમાનજી મંદિરે ડભોડીયા દાદા ઉપર તેલનો મહાઅભિષેક કરવાનુ અનેરુ મહત્વ છે. હજારો ભક્તો દ્વારા દર હનુમાનજયંતીએ હજારો લીટર તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે. છેલ્લે વર્ષે ૨૨ હજાર લીટર તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ડભોડીયા હનુમાનજી દાદા ઉપર તેલનો અભિષેક કરવા માટે ભક્તો દ્વારા તેલના ડબાની નોંધણી કરાવવામાં આવી રહી હતી. ૧૧૦૦ ડબાનો મહાઅભિષેક કરવાનું આયોજન હતું. હાલમાં શનિવાર સુધીમાં મંદિર ખાતે ૧૧૦૦ થી પણ વધુ તેલના ડબા એડવાન્સમાં જ બુક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે . આગામી ત્રણ ચાર દિવસના સમય ગાળામાં જ વધુ ૫૦૦ ડબ્બાનું બુકિંગ થવાની ધારણ મંદિર મંડળ દ્વારા કરવામાં આવી છે. હનુમાન જયંતીએે તેલના ડબાના મહાઅભિષેક કર્યા બાદમાં તેલના જથ્થાને વ્યાજબી ભાવે જરુરિયાત મંદ લોકોને મંદિર દ્વારા વેચાણ કરવામાં આવતુ હોય છે.

સસ્તા ભાવે મળતા તેલથી અનેક લોકો લાભ લે છે. મહોત્સવની ઉજવણી ધામધુમથી કરવામાં આવનાર હોવાથી ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. મંદિર દ્વારા જુદા જુદા આકર્ષણો તેમજ મંદિરની ટોચ ઉપર એરબલુન છોડવામાં આવ્યુ છે. તેલના ડબાનો અભિષેક મંદિરના પુજારીઓ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાનથી કરવામાં આવતો હોય છે. મદિરે રાજ્યભરમાંથી બે થી અઢી લાખ ભક્તો દર્શને અર્થે આવશે તેવી ધારણા છે. આ દિવસે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે. હાલમાં મંદિરમાં મોટાભાગે હનુમાન જયંતિને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. માત્ર તૈયારીઓને આખરી ઓપ આપવાનું બાકી છે. હનુમાન મંદિર ૧૨૦૦ વર્ષ જુનું છે. અને દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. મોગલ શાસન દરમ્યાન પાટણ પર અલ્લાઉદિન ખીલજીએ ચઢાઈ કરતા પાટણના રાજાએ અહીંના ગાઢ જંગલોમાં આશ્રય લીધો હતો. તે સમયે અહીં દેવગઢ નું ગાઢ જંગલ હતું.

ડભોડામાં અંગ્રેજ સમયમાં રેલ્વે લાઇન પાથરતી વખતે અંગેજાેને ડભોડા દાદાનો ચમત્કાર મળ્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે. ત્યારથી કહેવાય છે કે હિન્દુ દેવીદેવતામાં આસ્થા અને શ્રધ્ધા ન રાખનારા અંગેજાે પણ હનુમાન દાદાના ચમત્કારને માનતા થઇ ગયા હોવાની ગ્રામમજનોમાં માન્યતા છે. જુના સમયમાં ડભોડાનુ નામ દેવગઢ હતુ. હાલના મંદિરના સ્થળે જંગલ વિસ્તાર હતો. માલધારીઓ ગાયો ચરાવા આવતા હતા. ગાયોમાંથી એક ટીલડી નામની ગાય રોજ આ સ્થળ ઉપર દુધ ઝરી જતી હતી.આ અંગે ગાય જ્યાં દુધ ઝરતી હતી તે સ્થળે ખોદકામ કરાવીને તપાસ કરાવામાં આવતા અંદરથી સ્વયંભુ ડભોડીયા હનુમાનજી દાદાની મુર્તી પ્રગટી હતી. જે આજના ડભોડીયા હનમુનાજી તરીકે પ્રસિધ્ધ છે. આ સ્થળે દાદાનુ નાનુ મંદિર વર્ષો પહેલા હતુ.

જે સમયાંતરે વિકાસ પામતુ ગયુ અને આજે ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામો પૈકીના મંદિર તરીકે ખ્યાતી પામ્યુ છે.ગાંધીનગરના “સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિરે આગામી ૧૬ મી એપ્રિલના રોજ હનુમાનજયંતી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના કાળના બે વર્ષ પછી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી માટે મંદિર તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૧૬ મી એપ્રિલે હનુમાન દાદાને ૧૬૦૦ ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવશે. ઉપરાંત આ વખતે બે લાખથી વધુ દાદાના દર્શન કરવા આવશે તેવું પણ મંદિરના આયોજકોની ધારણા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here