દેશભરમાં આજે ભક્તિભાવથી ઉજવાયો હનુમાન જન્મોત્સવ
ગામે ગામ આવેલા હનુમાન મંદિરોમાં પુજા અર્ચના
ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરે આજ રોજ હનુમાન જયંતીના પાવન પર્વ પર ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર આવેલા હનુમાનજી મંદિરે ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
આજે દેશભરમાં ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને 2 વર્ષ બાદ કોરોના કાળ પુરો થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
ગુજરાતની જો વાત કરીએ તો સાળંગપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે ઉત્સાહભેર હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો હતો અને ગુજરાતના દરેક ગામમાં આવેલા હનુમાન મંદિરે એટલા જ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી એવામાં ખેરાલુ ખાતે પણ વિવિધ હનુમાન મંદિરે ભક્તો દ્વારા ઉજવણી કરાય હતી..
ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય અજમલજી ઠાકોરે ખેરાલુ તેમજ ખેરાલુ તાલુકા અને પોતાના ગામ એવા મલેકપુરમાં આવેલા હનુમાઑ મંદિરે ધજા ચડાવી પુજા અર્ચના કરી હતી અને ખેરાલુ વિધાનસભાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી..
અહેવાલ :- રોનિત બારોટ ખેરાલુ