હર ઘર તિરંગાની ઉજવણી ના ભાગ રૂપ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા તિરંગા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

0
298

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન

આજ રોજ હર ઘર તિરંગાની ઉજવણીના આયોજન માટે મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા ‘‘ તિરંગા સાયકલ
યાત્રા ’’ ન આયોજન કરવામા આવ્યુ હતું.જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા શ્રી અચલ ત્યાગી સાહેબ માગગદર્ગન હેઠળ સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી.

આ સાયકલ યાત્રામાં જિલ્લાના પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ,પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજશ્રી બુખારી સાહેબ,એસ.આર.પી. ના જવાનો ,બી.એસ.એફ કમાન્ડરશ્રી વિનયકુમાર સાહેબ,બી.એસ.એફના જવાનો,તથા મહેસાણા સાયકલ એસોસિએશન મળીને કુલ 400 સાયલકસવાર આ યાત્રામાં તિરંગા સાથે જોડાયા હતા.

આ સાયકલ યાત્રા ની શરૂઆત પોલીસ હેડ કવાટર્સ થી કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહેસાણા શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આશરે 10 કિ. મી. તિરંગા સાયલક યાત્રા નીકળી હતી.

અહેવાલ…આશિષ પટેલ..મહેસાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here