અમદાવાદમાં એએમટીએસ બસમાં અંદાજે ત્રણ લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે. એએમટીએસદ્વારા તમામ બસોમાં કેશલેસ ટિકીટીંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હવે પ્રવાસીઓ મોબાઇલમાં પેટીએમ મારફતે ટિકિટ બુક કરાવી શકશે. જે પ્રવાસે પહેલી વખત પેટીએમથી ટિકિટ બુક કરશે તેને પહેલીવાર ફ્રી મુસાફરીનો લાભ મળશે એટલે કે તેમના ખાતામાંથી ટિકિટના પૈસા નહીં કપાય. અમદાવાદમાં સીએનજી બસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી ૧૦ જેટલી સીએનજી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે હાલમાં ૧૫૦થી વધુ સીએનજી અને ઇલેક્ટ્રિક બસો અમદાવાદ શહેરમાં દોડી રહી છે. આ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરમાં તમામ એએમટીએસબસો સીએનજી તેમજ ઈલેક્ટ્રીક બસો હશે.
ચાલુ વર્ષે ૧૫૦ સીએનજી અને ૧૫૦ ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવશે. આજે અમદાવાદના વાસણા ટર્મિનસના રીનોવેશન બાદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂના વાસણા બસ ટર્મિનસને રિનોવેશન કરી ટર્મિનસમાં આરસીસી. રોડ, શેડ સ્ટેન્થનીંગ, ફુટપાથ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ – ગ્રીલ રીપેરીંગ, કન્ટ્રોલ કેબીન રીપેરીગ, બિલ્ડીંગના કલર કામ, કેશ કેબીન, કન્ટ્રોલ પોઈન્ટ, કન્સેશન ઓફિસ તેમજ બીઆરટીએસ કન્ટ્રોલ પોઈન્ટ વગેરેનું કામ કરવામાં આવ્યું છે.એએમટીએસના અધિકારીઓ અને ભાજપના સભ્યોને હવે લેપટોપ આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત એએમટીએસ કમિટીમાં મુકવામાં આવી છે.
કોર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને જેમ કરોડોના ખર્ચે નવા લેપટોપ આપવામાં આવ્યા છે તે જ નીતિનો એએમટીએસમાં અમલ કરવાની દરખાસ્ત લવાતા અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસબસમાં મુસાફરી કરતાં નાગરીકોને હવે કેશલેસ ટિકિટિંદની સુવિધા મળશે. એએમટીએસદ્વારા તમામ બસોમાં કેશલેસ ટિકીટીંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.