Google search engine
HomeARTICLEહવે યુવતીઓ પણ બનસે અગ્નિ વીરાંગના ,ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર યુવતીઓની ભરતી, લાયકાત...

હવે યુવતીઓ પણ બનસે અગ્નિ વીરાંગના ,ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર યુવતીઓની ભરતી, લાયકાત ધોરણ 10 પાસ

કેન્દ્રનાં સંરક્ષણ વિભાગ દ્વારા આર્મીમાં અગ્નિપથયોજના અંતર્ગત યુવાનોની ભરતી માટે મોટાપાયે ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગ્નિપથ યોજનામાં હવે યુવતીઓની પણ ભરતી કરવામાં આવશે. ઇન્ડિયન નેવીમાં યુવતીઓની  અનેક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે અને આ યુવતીઓને અગ્નિવીર કહેવામાં આવશે.

વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ માહિતી આપીછે કે ,અગ્નિવીર અંતર્ગત ભરતીમાં 20% સીટો મહિલાઓ માટે અનામત રાખવામા આવશે. ભરતી પૂર્ણ થતાં મહિલાઓને વિવિધ શાખાઓમાં મૂકવામાં આવશે.

અગાઉ પુરૂષ અગ્નિવીરોની વય મર્યાદા ઘટાડીને 23 વર્ષ કરવામાં આવી હતી. આગામી વર્ષથી તે 21 વર્ષ જ રહેશે.

 લેખિત પરીક્ષા

  •  ઓબ્જેક્ટિવ ટાઈપ.
  • વિજ્ઞાન, ગણિત અને સામાન્ય જ્ઞાન.
  • પરીક્ષા  સમય 30 મિનિટ.

અભ્યાસક્રમ અને સેમ્પલ પેપર ભારતીય નૌકાદળની ભરતી વેબસાઇટ પર જોઈ શકાશે.

અગ્નિવીર MR ર માં 3 કેટેગરી હશે – રસોઇયા, સ્ટુઅર્ડ અને હાઇજીનિસ્ટ.

 અરજીસમય: 25 જુલાઈથી 30 જુલાઈ, 2022

 ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ

1.6 કિમી દોડ 8 મિનિટમાં

15 ઉઠક-બેઠક

10 સિટઅપ્સ

પગાર ધોરણ

પહેલા વર્ષે દર મહિને 30 હજાર રૂપિયા,

બીજા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા,

ત્રીજા વર્ષે દર મહિને 36 હજાર 500 રૂપિયા ,

ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા

 4 વર્ષે  રિટાયર્ડ  થયા બાદ

  • અગ્નિવીર યુવતીઓને કાયમી નોકરી માટે અરજી કરવાની તક મળશે.
  • છોકરીઓની દરેક બેચમાંથી લગભગ 25 ટકાને કાયમી નોકરી આપવામાં આવશે.

    પગારનો 30% દર મહિને કોર્પસ ફંડમાં જશે. સરકાર તેમાં 30% પૈસા પણ નાખશે. જેના કારણે 4 વર્ષ પછી તમને 10.04 લાખનું સર્વિસ ફંડ પેકેજ અને લાગુ વ્યાજ આપવામાં આવશે. જેના પર કોઈ ટેક્સ લાગશે નહીં.

  • ફાયદો
    • નોકરી દરમિયાન 48 લાખનું નોન કન્ટ્રીબ્યુટરી જીવન વીમો મળશે.
    • નોકરી દરમિયાન જો કોઈ અગ્નિવીરનું મૃત્યુ થાય છે તો તેમના પરિવારજનોને 44 લાખ રૂપિયા આપવામાં આવશે.
    • આર્મી હોસ્પિટલમાં મેડિકલ ફેસેલિટી અને કેન્ટીનની સુવિધા આપવામાં આવશે.
    • જો કોઈ અગ્નિવીર નોકરી દરમિયાન વિકલાંગ થાય તો તેની વિકલાંગતાના આધારે ગ્રાન્ટ એટલે કે પૈસા આપવામાં આવશે
    • જો 100% વિકલાંગતા હશે તો 44 લાખ આપવામાં આવશે.
    • જો અપંગતા 75% છે, તો તમને 25 લાખ મળશે.
    • જો અપંગતા 50% છે, તો તમને 15 લાખ મળશે.
  • પ્રવર્તમાન સમયમાં ભારતીય નૌકાદળમાં હાલ 550 મહિલા અધિકારીઓ છે.
  • આ મહિલાઓ અલગ-અલગ પોસ્ટ અને વિભાગોમાં પોસ્ટેડ છે.અને  30 મહિલાઓ ભારતીય નૌકાદળના જહાજોમાં ખલાસી તરીકે તૈનાત છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments