હસનપુર માં ફોન પર વાતો કેમ કરે છે કહી 4 શખ્સોએ મહિલાને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

0
1011

વિસનગર તાલુકાના હસનપુર ગામે ફોન પર વાતો કેમ કરો છો એવું કહી 4 શખ્સો ઘરે આવી મહિલાને ગડદાપાટું નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ચારેય શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

વિસનગર તાલુકાના હસનપુર ગામમાં રહેતી એક વિધવા મહિલાને ગામના આનંદજી રાજુજી ઠાકોર, રાજૂજી બલાજી ઠાકોર, સોનલબેન ગાભાજી ઠાકોર તેમજ કમીબેન સુરેશજી ઠાકોર કહેવા લાગ્યા કે તમે વિક્રમજી બાલાજી સાથે કેમ ફોન પર વાત કરતા હતા તેમ કહી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી જમણા હાથે ધોકો મારતાં જેથી મહિલાએ બૂમાબૂમ કરતા સાસુ આવી જતા છોડાવી હતી. ત્યારબાદ કહ્યું હતું કે તું વિક્રમજી સાથે કોઈ સંબંધ રાખે તો જાનથી મારી નાખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાને ઇજાઓ પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવી હતી ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ માં રિફર કરવામાં આવી હતી.

આમ મહિલાને ચાર શખ્સોએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ આનંદજી રાજુજી ઠાકોર, રાજૂજી બલાજી ઠાકોર, સોનલબેન ગાભાજી ઠાકોર તેમજ કમીબેન સુરેશજી ઠાકોર સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે ચારેય શખ્સો સામે આઇપીસી અધિનિયમ કલમ 323,504, 506(2), 114 તેમજ જી.પી. એ અધિનિયમ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here