હાર્ટ એટેકને બીમારીમાં વીમો ન આપનાર LICને 27 લાખ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

વીમેદાર દ્વારા 2018માં એલઆઇસીના 2 વીમા લેવામાં આવ્યા હતા

0
1813

વીમેદારના પુત્ર દ્વારા એલઆઇસીમાં ક્લેઇમ કરાયો હતોગાંધીનગર જિલ્લા ગ્રાહક ફોરમ દ્વારા રકમ ઉપર દંડ, વ્યાજ સહિત ચૂકવવા હુકમભાટમા રહેતા વ્યક્તિ દ્વારા એલઆઇસી પાસેથી એક 25 લાખ અને બીજો 2 લાખનો વીમો ખરીદ્યો હતો. જેના એક વર્ષ પછી વીમેદારનુ હાર્ટ એટેકથી મોત થયુ હતુ. જેને લઇને વારસદાર દ્વારા ક્લેઇમ કરવામા આવતા બિમારીનુ કહીને કંપનીએ રકમ ચૂકવી ન હતી. વારસદારે ગ્રાહક સુરક્ષા ફોરમમા કંપની સામે ફરિયાદ કરતા ફોરમના અધ્યક્ષે 27 લાખ વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો. ભાટ ગામમા રહેતા લક્ષ્મણભાઇ પરમાર દ્વારા વર્ષ 2018મા એલઆઇસીના બે વીમા જેમા એક 25 લાખ અને બીજો 2 લાખનો વીમો લીધો હતો.વીમો ખરીદ્યાના એક વર્ષ પછી 2019મા તેમનુ હાર્ટ એટેકથી મોત થયુ હતુ. જેને લઇને વીમેદારના પુત્ર રાહુલ પરમાર દ્વારા એલઆઇસીમા વીમાની રકમ મેળવવા માટે ક્લેઇમ કરવામા આવ્યો હતો.

ક્લેઇમ માટેના દસ્તાવેજ પુરાવા વારસદારે જમા કરાવ્યા હતા. જેમા એલઆઇસી દ્વારા તેને નામંજુર કરાયા હતા અને કહ્યુ હતુ કે, વીમેદારને ડાયાબિટીસ, લીવર સહિતની બિમારી હોવાથી મોત થયુ હતુ. તેમ જણાવી ક્લેઇમ મંજુર કર્યો ન હતો. જેને લઇને વારસદાર પુત્રએ ગાંધીનગર ગ્રાહક સુરક્ષામાં વીમા કંપની એલઆઇસી સામે ફરિયાદ દાખલ કરી હતી.કેસ ગ્રાહક સુરક્ષા ફોરમના જજ ડી.ટી.સોની અને સભ્ય જીગર જોશી દ્વારા ચલાવવામા આવ્યો હતો. જેમા તમામ આધાર પુરાવાની તપાસ કરાયા પછી વીમા કંપનીને 27 લાખ રૂપિયા 7 ટકાના વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો. જ્યારે વારસદારને માનસિક ત્રાસ આપવાના 25 હજાર અને ખર્ચ પેટે અન્ય 10 હજાર રૂપિયા એક મહિનાની અંદર ચૂકવી દેવાનો આદેશ કરાયો હતો.ભાટની વ્યક્તિ દ્વારા એલઆઇસી પાસેથી 2 વીમા લેવા છતા રકમ ન મળતા ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા મૃતકના વારસદારને વીમાની રકમ દંડ અને વ્યાજ સહિત ચૂકવવા આદેશ થયો છે.

Source – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here