યુનિવર્સીટીની ઓક્ટો- ડિસેની ૨૭ ડિસેમ્બર અને ૬ જાન્યુઆરીથી પરીક્ષાઓ શરૂ થાય તે પૂર્વે કુલપતિ દ્વારા જે છાત્રો પરીક્ષા આપી શકે તેમને બીજી તક મળશે તેવો પરિપત્ર કર્યો હતો. જે પરિપત્ર કુલપતિ દ્વારા ૧ જાન્યુઆરીના રોજ રદ કરાતાં છાત્રોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. જેને લઇ ૪ જાન્યુઆરીના રોજ કારોબારી બેઠક હોય એનએસયુઆઇના કાર્યકરો અને છાત્રો મોટી સંખ્યામાં કુલપતિના વિરોધમાં આક્રોશ ઠાલવી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે અને પરિપત્ર ફરી કરવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે વહીવટી ભવનમાં કારોબારી બેઠક શરૂ થતાં બહાર આંદોલન શરૂ કર્યું હતું.
કાર્યકરો દ્વારા બેઠકમાં આ મામલે રજૂઆત કરાતા કારોબારી સભ્ય હરેશ ચૌધરી દ્વારા છાત્રોના હિતમાં પરિપત્ર પ્રથમ પરીક્ષા પૂર્ણ થયા બાદ બીજી પરીક્ષામાં રદ કરી શકાય નહિ મુદ્દો મુકતા ચર્ચાઓ બાદ તમામ સભ્યોએ સહમતી દર્શાવી પરિપત્ર રાબેતા મુજબ શરૂ રાખવા માટે ર્નિણય લેવામાં આવતા છાત્રોએ આંદોલન સમેટી લીધું હતું. કારોબારી બેઠકમાં ઇસી સભ્ય શૈલેષ પટેલ, દિલીપ ચૌધરી, હરેશ ચૌધરી, અજય ગોર, અનિલ નાયક, સ્નેહલ પટેલ અને રજિસ્ટ્રાર સહિતના સભ્યો હાજર રહ્યા હતાં. જાે કે, કુલપતિ છાત્રો ઉગ્ર વિરોધ કરશે તેવા એંધાણને લઈ કારોબારી બેઠક હોવા છતાં વહીવટી ભવનમાં આવ્યા ન હતા.ઇસી સભ્યો મોડા સુધી તેમની રાહ જાેઈને બેસી રહ્યા હતા.અંતે બેઠકમાં તેવો ઓનલાઇન જાેડાયા હતા બીજી તક આપવાનો પરિપત્ર રદ કરી ફરજિયાત પરીક્ષા આપવી પડશે તેવા કુલપતિના ર્નિણયને લઈ એક છાત્ર ડિપ્રેશનમાં આવી તેની આર્થિક પરિસ્થિતિ હાલમાં ખરાબ હોય પરિવારને તેના ઉપર આશા હોય પરીક્ષાની બીજી તકની આશમાં તૈયારી ન કરી હોય હાલમાં પરીક્ષા આપશે તો નાપાસ થશે તો પરિવાર ભાંગી પડશો તેવા ભયને લઈ ડિપ્રેશનમાં આવી ગયો હતો.
કુલપતિ દ્વારા પરીક્ષાની બીજી તક આપવામાં નહીં આવે તો ૬ જાન્યુ.ના રોજ પરીક્ષાઓ શરૂ થશે તે દિવસે વહીવટી ભવનમાં આત્મહત્યા કરવા માટેની ચિમકી આપી મોતના જવાબદાર કુલપતિ હશે તેવી અરજી સીએમને લખી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.આ અરજી બેનામી હતી. કોઈ સતાધીશને રૂબરૂ મળી ન હતી.હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા પરીક્ષામાં બીજી તક આપવાનો પરિપત્ર રદ કરતા છાત્રો આંદોલન પર ઉતરતાં કારોબારી સભ્યો દ્વારા પરિપત્ર રાબેતા મુજબ માન્ય રાખી સ્નાતક અને અનુસ્નાતક સેમ-૩ ની ૬ જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં છાત્રોને બીજી પરીક્ષાની તક આપવા માટે ર્નિણય લેવાયો હતો.અંદાજે ૨૫ હજાર છાત્રો પરીક્ષા આપનાર છે.