હેમચંદ્રાચાર્ય યુનિ.ની ૬ જાન્યુઆરીએ પરિક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે

0
362

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તા. ૬ જાન્યુઆરીથી શરૂ થતી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ઓક્ટો-ડિસેમ્બર પરીક્ષાઓ અંગે કુલપતિના આદેશાનુસાર ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ નવો પરિપત્ર બહાર પડાયો હતો. જેમાં યુનિવર્સિટીની ઓકટોબર-ડિસેમ્બર, ૨૦૨૧ની તા. ૦૬ જાન્યુઆરીથી શરૂ થતી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની થિયરી પરીક્ષાઓ માત્ર એક જ વાર નિર્ધારીત કાર્યક્રમ અનુસાર ઓફલાઈન મોડમાં એટલે કે પેપર-પેન પદ્ધતિથી લેવાશે એમ સ્પષ્ટ જણાવાયુ હતું. ઉપરાંત દરેક છાત્રોએ આ પરીક્ષા આપવી ફરજીયાત છે અને તે પરીક્ષા બીજીવાર લેવાશે નહી એમ પણ યુનિવર્સિટી દ્વારા ખુલાસો કરાયો હતો. નોંધનીય છે કે યુનિવર્સિટીની એલ.એલ.એમ જીદ્બ ૩, બેચલર ઓફ આર્કિટેક્ચર જીદ્બ ૯ તેમજ બી.એડની સેમેસ્ટર ૩, બીએચએમએસ વર્ષ ૨,૩,૪, એફવાય એમબીબીએસ, એમએસસી સીએ એન્ડ આઇટી, એમએડ, એમપીએડ, એમજેએમસી, એમ આરએસ, એમેસડબ્લ્યુ, એમસીએ, એમએસસી હોમ સાયન્સ, એમકોમ, એમએ, એમએસસી જેવી સેમ ૩ ની તમામ પરીક્ષાઓ માટે ઉપરોક્ત જાેગવાઈ લાગુ પડશે. ઉપરાંત કોવિડ પ્રોટોકોલ સંપૂર્ણપણે પાળવા માટે પણ કોલેજાેને સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here