અમદાવાદ,
અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના ના કેસો ના લીધી તંત્ર વધુ સતર્ક બન્યું છે. જાેકે કોરોનાના કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવા કરતા હોમ આઇસોલેશનના કેસો વધુ આવી રહ્યા છે. લોકો હવે ઘરે જ સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદમાં જે પણ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય છે તેઓ ડોક્ટરને ઘરે બોલાવી અને ઘરે જ રિપોર્ટ કરાવી હોમ આઇસોલેશનમાં રહી સારવાર કરાવી રહ્યાં છે.
રાજય અને અમદાવાદમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા વધતા કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને પગલે લોકો સામાન્ય લક્ષણ જણાતાં ઘરે જ સારવાર વધુ લેતા હોય છે. અમદાવાદના એક વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીને તાવ, કફ અને શરદીના લક્ષણો હતા જેથી ડોક્ટર માટે તેઓએ ડોકટર એટ ડોર સ્ટેપમાં ફોન કરી તેઓએ મદદ માગતા ડોકટર દ્વારા તેઓના ઘરે જઈ મેડીકલ તપાસ કરવામાં આવી હતી.
કોરોનાના લક્ષણ જણાતાં તેઓને કોરોના ટેસ્ટ માટે જણાવવામાં આવ્યું હતું. કોરોનાના લક્ષણ હોવાથી સંપર્કમાં આવેલ પરિવારના સભ્યોએ પણ ઇ્ઁઝ્રઇ ટેસ્ટ માટે તૈયારી દર્શાવી હતી. યુવતી તેમના પતિ અને નણંદનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તમામનો ઇ્ઁઝ્રઇ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણેય પોઝિટિવ આવતા હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને તેઓને ઘરે જ સારવાર આપવામાં આવી હતી.