ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકમાં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે અગત્યના સમાચાર છે. જાે તમારું ખાતું પણ આ બેંકમાં છે તો ૧લી એપ્રિલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંકમાં સેલેરી અને સેવિંગ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે રોકડ વ્યવહારો અને સરેરાશ મિનિમમ બેલેન્સના નિયમો બદલાઈ રહ્યા છે. આ સિવાય બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. વર્તમાન ફ્રી ટ્રાન્ઝેક્શન ૪ અથવા ૨ લાખ રૂપિયા છે જે ૪ ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા રૂ ૧.૫ લાખ કરી દેવાયા છે. બેંકે બચત ખાતા માટે છદૃ ઇટ્ઠખ્તી માસિક બેલેન્સની મર્યાદા રૂ. ૧૦,૦૦૦ થી થી વધારીને રૂ. ૧૨,૦૦૦ કરી છે. આ બેંક નિયમો ૧ એપ્રિલ, ૨૦૨૨ થી અમલમાં આવશે. એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર બેંકે મેટ્રો/શહેરી શહેરોમાં સરળ બચત અને સમકક્ષ યોજનાઓની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે.
આ ફેરફાર ફક્ત તે જ યોજનાઓ પર લાગુ થશે જેમાં સરેરાશ બેલેન્સ પેટે રૂ. ૧૦,૦૦૦ જરૂરી છે. આ સિવાય બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. વર્તમાન ફ્રી ટ્રાન્ઝેક્શન ૪ અથવા ૨ લાખ રૂપિયા છે જે ૪ ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા રૂ ૧.૫ લાખ કરી દેવાયા છે. આ પહેલા એક્સિસ બેંક અને અન્ય ઘણી બેંકોએ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો છે. જૂનમાં પણ આરબીઆઈએ બેંકોને ૧જાન્યુઆરી ૨૦૨૨ થી રોકડ અને નોન-કેશ એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી. એક્સિસ બેંક એવી મહિલાઓને નોકરીની તક આપી રહી છે જેમણે કોઈ કારણસર નોકરી છોડી દીધી હતી અને તેઓ ફરીથી નોકરી શરૂ કરવા માંગે છે. ખાનગી ક્ષેત્રની આ મોટી બેંકે ‘હાઉસવર્કઇઝવર્ક’ હેઠળ યોજના શરૂ કરી છે.
આ અંતર્ગત બેંક એવી મહિલાઓને નોકરી ઓફર કરી રહી છે જેઓ પોતાનું કરિયર ફરી શરૂ કરવા માંગે છે. આ પહેલ પાછળ મહિલાઓને આશ્વાસન આપવાનું છે કે તેઓ હજુ પણ નોકરીપાત્ર છે, તેમનામાં કૌશલ્ય છે અને બેંકમાં વિવિધ નોકરીઓ માટે યોગ્ય છે. એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને એચઆર હેડ રાજકમલ વેમપતિએ બેંકની એપોઇન્ટમેન્ટ સ્કીમ (હાઉસવર્કઇઝવર્ક) વિશે માહિતી આપી હતી કે જે મહિલાઓ પારિવારિક જવાબદારીઓ અથવા અન્ય કોઇ કારણોસર નોકરી છોડી ચૂકી છે અને હવે ફરીથી નોકરી લેવા માટે તૈયાર છે. હા, તેમને કામ પર પાછા લાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.