૨૦ ડિસેમ્બરથી માગશર વદ પક્ષ શરૂ થતાં આ દિવસોમાં સૂર્ય ની ઉપાસનાથી નિરોગી બનો.

    સૂર્ય પૂજાનું આ માસમાં મહત્વ

    0
    338

    માગશર અને પોષ મહિનામાં સૂર્યના ભગ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે, વેદ અને ઉપનિષદોમાં સૂર્યને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવ્યાં છે જેથી તેમની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે.

    ૨૦ ડિસેમ્બરથી પોષ મહિનાની શરૂઆત થઈ રહી છે. જે ૧૭ જાન્યુઆરી સુધી રહેશે. આ હિંદુ પંચાંગનો દસમો મહિનો છે. આ મહિના સાથે જાેડાયેલી અનેક પરંપરાઓ અને માન્યતાઓ ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવી છે. ભગવાન સૂર્યની ઉપાસના પણ એક પરંપરા છે. સૂર્યદેવની પૂજા રોજ કરવી જાેઈએ, પરંતુ પુરાણોમાં આ મહિને સૂર્યને અર્ઘ્ય આપવાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. માન્યતા છે કે પોષ મહિનામાં સૂર્યપૂજા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.

    પુરાણો પ્રમાણે માગશર મહિનામાં કરવામાં આવેલ તીર્થ સ્નાન અને દાન કરવાથી ઉંમર વધે છે અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે.

    સૂર્યના ભગ સ્વરૂપની પૂજાનું વિશેષ મહત્વ છે.પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વેદથી પુરાણ અને કળિયુગ સુધી સૂર્યને પ્રધાન દેવતા માનવામાં આવ્યાં છે. સૂર્ય જ પ્રત્યેક્ષ દેવતા છે. ગ્રંથોમાં સૂર્યના ૧૨ સ્વરૂપ જણાવવામાં આવ્યાં છે. દરેક સ્વરૂપની પૂજા કરવાથી વિવિધ ફળ મળે છે. એટલે પુરાણોમાં દર મહિને સૂર્યના ખાસ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. જેથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગ્રંથો પ્રમાણે માગશર મહિનામાં સૂર્યદેવના ભગ સ્વરૂપની પૂજા કરવી જાેઈએ.

    અથર્વવેદ અને સૂર્યોપનિષદ પ્રમાણે સૂર્ય પરબ્રહ્મ છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માગશર મહિનામાં ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણો સાથે તપીને શરદીથી રાહત આપે છે. તેમનો રંગ લોહી સમાન છે. શાસ્ત્રોમાં એશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યને જ ભગ કહેવામાં આવે છે જેથી તેમને ભગવાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે માગશર મહિનામાં ભગ નામક સૂર્ય સાક્ષાત પરબ્રહ્મનું જ સ્વરૂપ માનવામાં આવે છે. માગશર મહિનામાં સૂર્યને અર્ઘ્ય આપવું તથા તેને નિમિત્ત વ્રત કરવાનું પણ ખાસ મહત્ત્વ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

    માગશર અને પોષ મહિનામાં સૂર્યના ભગ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે, વેદ અને ઉપનિષદોમાં સૂર્યને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવે છે

    અથર્વવેદ અને સૂર્યોપનિષદ પ્રમાણે સૂર્ય પરબ્રહ્મ છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માગશર મહિનામાં ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણો સાથે તપીને શરદીથી રાહત આપે છે. તેમનો રંગ લોહી સમાન છે. શાસ્ત્રોમાં એશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યને જ ભગ કહેવામાં આવે છે જેથી તેમને ભગવાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે માગશર મહિનામાં ભગ નામક સૂર્ય સાક્ષાત પરબ્રહ્મનું જ સ્વરૂપ માનવામાં આવે છે. માગશર મહિનામાં સૂર્યને અર્ઘ્ય આપવું તથા તેને નિમિત્ત વ્રત કરવાનું પણ ખાસ મહત્ત્વ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here