૨૧ હજાર લોકો સાથે છેતરપીંડી કરનાર કંપનીનો માલિક ગુજરાત છોડે તે પૂર્વે ઝડપતી બનાસકાંઠા LCB

0
552

૨૧ હજાર લોકો સાથે છેતરપીંડી કરનાર કંપનીનો માલિક ગુજરાત છોડે તે પૂર્વે ઝડપતી બનાસકાંઠા LCB

બનાસકાંઠા LCB PI ડી.આર.ગઢવી, નરપતસિંહ, અરજનજી, ઇશ્વરભાઈ, દિગ્વિજયસિંહ, પ્રકાશચંદ્ર જેઓ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે માસ્ટર ડીઝીટલ ટેકનોલોજી પ્રા.લિ.ના માલીક રાહુલકુમાર નારણભાઈ વાઘેલા તેમની પત્ની તથા બાળકો સાથે ગુજરાત છોડી રાજસ્થાન તરફ જાય છે અને હાલમાં ડીસા ધાનેરા હાઇવે રોડ ઉપર આવેલ સમરાચલ હોટલ ઢાબા ઉપર હાજર છે, જે હકિકત બાતમીના આધારે ડીસા ધાનેરા હાઇવે રોડ સમાયલ હોટલ આગળથી રાહુલકુમાર નારણભાઇ વાધેલા રહે. યોગીનગર તા.નડીયાદ જિ.ખેડા તથા તેની પત્ની ગૌરીબેન વાઓ રાહુલકુમાર નારણભાઈ વાધેલા નાઓને પકડી પાડી આ બાબતે નડીયાદ પોલીસનો સંપર્ક કરતા નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટએ ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૫૨૨૦૧૪૬૪૨૦૨૨ ઇપીકો કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી) તથા જી.પી.આઇડી એકટ-૨૦૦૩ ની કલમ-૩ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશને આ બાબતે જાણ કરાઈ હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here